સૌથી નાની ઉંમરે અંગદાન કરનાર સુરતના સ્વ.ધાર્મિક કાકડીયાના બંને હાથનું થયું સફળ ટ્રાન્સપ્લાન્ટ

Published on: 11:33 am, Fri, 3 December 21

થોડા સમય પહેલા સુરતના ધાર્મિક કાકડીયા નું નિધન થતા, બંને હાથો સહિત શરીરના ઘણાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું. કાયદા સ્વર્ગવાસ થયેલ આ ધાર્મિક કાકડીયાના બંને હાથનો ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં એક યુવકને કરવામાં આવ્યું હતું. આ યુવાને, ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક તેમજ પ્રમુખ નિલેશ માંડલેવાલા તને ડોનેટ લાઈફ ની ટીમ સાથે મુલાકાત લીધી હતી. પોતાના પરિવાર સાથે આવેલા યુવકે તેમને મળે નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તો આ યુવાને જાણે પોતાને નવજીવન મળ્યું હોય તેવી લાગણી અનુભવી રહ્યો હતો. એક સમયે નિ:સાહસ, લાચારી, મજબૂર અને નાસીપાસ થયેલો આ યુવાન, ઓપરેશન પછી પોતાનું નવું જીવન જીવવા ખૂબ જ ઉત્સાહિત હતો. ડોનેટ લાઈફ ની ટીમ સાથે વાત કરતા આ યુવાને જણાવ્યું હતું કે, તેમના આ નિર્ણય થકી મને આજે નવા હાથ મળ્યા છે અને મારા નવા જીવનની શરૂઆત થઇ છે. હું ધાર્મિક ના માતા પિતા નો ખૂબ જ આભાર માનું છું.

સાથોસાથ આ યુવાને ધાર્મિક માતા-પિતાને કહ્યું હતું કે, તમારો ધાર્મિક મારા હાથ થકી હંમેશા મારી સાથે જીવી રહ્યો છે. અને હું પણ ધાર્મિક ના હાથ વડે, સત્કાર્યો કરી સમાજમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવીશ.

વધુમાં આ યુવાને ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘તમે સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરો છો તેને કારણે મારા જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે આપ એક માધ્યમ છો. આજ રીતે અંગદાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો’.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…