ગૌચર જમીનમાંથી લાખોની આવક મળેવી રહી છે ધર્મજ ગ્રામ પંચાયત- વાંચો અને શેર કરો!

643
Published on: 2:16 pm, Mon, 7 March 22

આજકાલ લોકો પોતાની નોકરીઓ છોડીને જમીન તરફ વળી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, NRI ગામ તરીકે વિશ્વ ફલક પર નામના મેળવનારા એક ધર્મજ ગામનાં હરીતક્રાંતિ માટે પ્રેરણારૂપ કહી શકાય તેવું કામ આજથી ચાર દાયકા પહેલા હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે ગામની પડતર અને બિનઉપજાઉ જમીનને સ્તર કરીને પુનઃપ્રાપ્ત કરી શકાય શકાય અને તે જમીન પર ગાયો માટે ઘાસચારો અને વૃક્ષો ઉગાડીને ગામની અનોખી ઓળખ ઉભી કરવા માટે પંચાયતની આવકમાં વધારો કરવામાં આવ્યો હતો.

જયારે ધર્મજના ગૌચરમાંથી પ્રેરણા લઇને ગામો ગામ પડતર જમીન ઉપર ઘાસસારા સહિત વૃક્ષોની વાવણી કરવા માટે વિશેષ યોજના ગૌચર વિકાસ બોર્ડ દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જયારે ધર્મજની આ ગૌચર જમીન દ્વારા પંચાયતને હાલમાં લાખોની આવક આપવામાં આવી રહી છે. જયારે છેલ્લાં 10 વર્ષમાં રાજ્યના તેમજ રાજ્ય બહારના હજારો પ્રવાસીઓએ ગૌચરની મુલાકાત લઈ લીધા પછી પોતાના જ ગામમાં ગૌચર વિકાસના આ પ્રયાસ અજમાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર ધર્મજના કેટલાક દીર્ઘદૃષ્ટા આગેવાનોને તે સમય દરમિયાન ગામના ગૌચરની બિનઉપજાઉ જમીન સમતળ કરી સ્ફુરિયો બનાવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ માટે ગામની પંચાયત દ્વારા ગૌચરની કુલ 142.19 એકર જમીનમાંથી 110 એકર જમીન સમતળ કરવામાં આવી હતી. તેમજ તે જમીન બે ટ્રક ચાલી શકે તેવા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ ફક્ત એક રૂપિયામાં 20 કિલો ઘાસ ઘેર બેઠાં પહોચાડવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આ કામ કોઈપણ વિક્ષેપ વિનાચાલી રહ્યું છે. આ દરમિયાન ઘાસના પ્લોટની આજુબાજુ ઉપરાંત બીજી જગ્યામાં પર 25 હજાર વૃક્ષો ઉછેરવાનું કામ કરીને એક વખતની અગોચર ભુમિને સાચા અર્થમાં નંદનવન બનાવવામાં આવી હતી.

આ જમીનમાં ગજરાજ ઘાસ, જુવાર તથા મકાઇ ઉગાડવામાં આવે છે: 
તૈયાર કરેલ ગૌચર જમીનમાં અંદાજિત 25 હજાર વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. તેમાં 15 ટકા એટલે કે 5,000 કરતા પણ વધારે વૃક્ષો ફળાઉ અને બાકીના બિનફળાઉ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ષ 1992માં સ્વ. ઈન્દુભાઈના સહયોગથી ધર્મજ તેમજ આસપાસના ગામડાઓનાં લોકો માટે મનોરંજન સુવિધાઓ માટે સૂરજબા પાર્કની સુવિધા કરવામાં આવી છે. આ ફાર્મમાં સ્વિમિંગ પુલ, નૌકાવિહાર, બગીચો તેમજ વોટર રાઇડરની સુવિધા કરવામાં આવી છે. તે ઉપરાંત કોટેજ અને રેસ્ટોરન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી ગ્રામ પંચાયત પણ સારી એવી આવક મેળવી રહ્યા છે.
ગૌચર જમીનની અંદર અલગ -અલગ વાડીઓ:
આ ગૌચર જમીનની અંદર 20 એકરની વાડી પણ તૈયાર કરાવાઈ છે. આ જમીનમાં આંબા, નાળિયેર, ફળાઉ વૃક્ષો મોટી સંખ્યાંમાં તૈયાર કરાવાયા છે. જેણે ધ્યાનમાં રાખતા 25 હજારથી વધુ વૃક્ષો છે. તેમજ આ ખેતરમાં ગજરાજ, જુવાર, મકાઇ અને બાજરી ઘાસ વાવણી થકી પંચાયતને વર્ષે લાખોની આવક મળે છે. આ ઉપરાંત સિંચાઈ પૂરી પાડવા માટે બે બોર પણ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા ગૌચરની ઉપરાંત આજુબાજુની જમીનોને સિંચાઈ પૂરી શકાય અને જેના પરિણામથી પંચાયતને સારી એવી આવક મળી શકે. તેમજ છેલ્લાં 5 વર્ષથી ધર્મજ ગ્રામ પંચાયતની આવક ગૌચરને કારણે વધી રહી છે.
ગૌચર જમીનથી થતા લાભો: 
એકદમ વ્યાજબી ભાવે તમામને ઘાસ મળી રહે છે.
આયુર્વેદિક વનસ્પતિઓનો ઉછેર અને વિકાસ થાય છે.
ગામમાં એક હરવા-ફરવાનું અને સ્વીમીંગનું સ્થળ વિકસ્યું છે
ગામની પડતર ગૌચર જમીનનો દૂરૂપયોગ થતો અટકે છે.
ગામના જ જમીન વિહોણા પશુપાલકોને ઘેર બેઠા પશુ ઘાસ પ્રાપ્ત થાય છે.
ગૌચર જમીનથી પંચાયતને લાખોની આવક મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…