દેવભૂમિ દ્વારકામાં અંધશ્રદ્ધાનાં નામે ભુવાએ ત્રણ સંતાનોની માતા સાથે એવી ક્રુરતા આચરી કે, જાણી રૂવાંડા ઉભા થઈ જશે

208
Published on: 12:20 pm, Thu, 14 October 21

હાલના સમયમાં પણ અંધશ્રદ્ધા જેવી બાબતો અસ્તિત્વ ધરાવે છે ત્યારે અંધશ્રદ્ધામાં ભૂવા-ધૂતારાઓ પીડિત લોકો પર અત્યાચારની તમામ હદો પાર કરી દેતા હોય અનેકવિધ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટના દેવભૂમિ દ્વારકામાંથી સામેં આવી છે. અહીં અંધશ્રદ્ધામાં મહિલાનો ભોગ લેવાયો છે.

આ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરું કરી દેવાયો છે. દ્વારકા-જામનગર હાઈવે માર્ગ પરની ઓખા મઢી ગામની દરગાહ નજીક આવેલા સીમમાં 25 વર્ષીય રમીલાબેન વાલા ભાઇ સોલંકી નામની મહિલાને 5 શખ્સોએ ભુવા ભરાડાના નામે ધતિંગ કરીને લોખંડની સાંકળ વડે તેમજ સળીયાને ગરમ કરી ડામ આપ્યો હતો.

અસહ્ય યાતનાઓથી પીડાતા દ્વારકામાં આવેલ આરંભડાની રહેવાસી રમીલાબેનનું મોત નીપજ્યું હતું. અંધશ્રદ્ધાને લીધે મહિલાનું મોત થવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પર પહોંચી ગઈ હતી.

આ અંગે DYSP જણાવે છે કે, 3 સંતાનોની માતાનાં મૃતદેહનો કબ્જો લઈને તેના પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. મહિલાનું અંધશ્રદ્ધાને લીધે ડામ તેમજ માર મારવાને લીધે મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી દેવાયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, ઓખા મઢી જેવા નાના એવા ગામમાં બનાવથી ચકચાર મચી જવા પામી હતી. અંધશ્રદ્ધાને લીધે મહિલાના મોતથી 3 સંતાનોને માતા ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ, આખા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…