દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા દર્શન માટે તેમજ ફરવા માટે પણ અદ્ભુત સ્થળ છે. ત્યાં લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. તેમજ દરિયાકાઠાની મજા માણવા આવતા હોય છે. એવામાં હાલમાં જ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ અનુસાર આજે વરસાદ પણ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સવારથી સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જયારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે અમાસના દિવસે ભારે કરંટ જોવા મળ્યો છે. આ દરમિયાન પ્રવાસીઓેએ પણ સમુદ્રના પાણીમાં મોજ માણી હતી. તેમજ આ સમુદ્રના આટલા મોટા મોજા જોઇને પ્રવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જેનો વિડીઓ પણ વાયરલ થયો છે.
View this post on Instagram
10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા:
જાણવા મળ્યું છે કે, યાત્રાધામ દ્વારકામાં આજે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારાકાધીશ મંદિર અને તેની આસાપાસના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા હતા. એક અંદાજ પ્રમાણે પવિત્ર ગોમતીઘાટ પાસે આશરે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. બીજી તરફ અમાસનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવી પહોંચતા હોય છે. દરિયામાં કરંટ હોવાથી યાત્રિકોએ પણ ગોમતીઘાટ ખાતે સમુદ્રના ઊંચા મોજાની મજા માણી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…