હીરાબાએ ત્રણ-ત્રણ દીકરાઓને ભણાવી ગણાવી પરણાવ્યા, પરંતુ 80 વર્ષની ઉંમરે એકલા જીવન વિતાવે છે!

176
Published on: 10:40 am, Wed, 8 December 21

કહેવાય છે બાળકના જન્મ લીધા બાદ માતા પિતા પોતાના બાળક માટે જીવતા હોય છે. તેમજ માતા પિતા મહેનત અને મજૂરી કરીને પૈસા કમાઈ છે અને તેના બાળકની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એક માતા તેના તમામ બાળકને સાચવી શકે છે પરંતુ તેના તમામ બાળક ભેગા મળીને તેની એક વૃદ્ધ માતાને નથી સાચવી શકતા અને પોતાના માતા પિતાને છોડીદે છે. આવી જ એક ઘટના અમદાવાદના એક વૃદ્ધ માતા સાથે સર્જાય હતી. જેનું નામ હીરા બેન ઝાલા છે. તે વૃદ્ધ માતા પોતાનું ઘડપણ ખુબજ તકલીફમાંથી વિતાવી રહ્યા છે.

અમદાવાદના હીરા બેન ઝાલાના ત્રણ દીકરા હોવા છતાં પણ આજે હીરાબાને પોતાનું ઘડપણ ખુબ જ તકલીફથી વિતાવી રહ્યા છે. અને તે પોતાનું જીવન એકલા જીવી રહ્યા છે. હીરાબાએ તેનું સપૂર્ણ જીવન મજૂરી અને મહેનત કરીને તેના ત્રણેય દીકરાઓને મોટા કર્યા અને કાબિલ બનાવ્યા હતા. બાએ તેના ત્રણેય દીકરાના લગ્ન કરાવ્યા. ત્રણેય દીકરાના લગ્ન બાદ છોકરા પોતાની ઘરડી માતાને એકલા મૂકીને પોતાની પત્નીઓ સાથે અલગ અલગ રહેવા માટે જતા રહ્યા હતા.

દીકરાઓનું કહેવું છે કે, તેઓને તેને ઘરડી માતા સાથે નથી ફાવતું એટલા માટે તે લોકો એકલા રહેવાનું પસંદ કરે છે તો તેને તેની ઘરડી માતાને અલગ રહેવા કહ્યું. આજે માતા નાના મોટા ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સગાસંબંધીઓના કહેવાથી તેના દીકરા કોઈ કોઈવાર આવી ઘરડી માતાને મળી જાય છે પરંતુ પોતાની ઘરડી માતાને પોતાની સાથે રાખવા માટે એકપણ દીકરો તૈયાર નથી.

જે દુ:ખથી હીરાબા પીડાય રહ્યા છે તે વેદનાની કલ્પના કરવી આજે ખુબ જ મુશ્કિલ બની રહી છે. તેમજ હીરાબાને વધારે દુઃખએ છે કે તેમના ત્રણેય દીકરા લગ્ન પછી તેની માતાને ભૂલી ગયા છે અને તેની ઘરડી માતાને એકલા છોડીને તે લોકો શાંતિથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અને હીરાબાને છોકરાઓ હોવા છતાં પોતાના દીકરા ન હોવા જેવી જીંદગી પસાર કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…