સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક જુગાડું વિડીયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. પહેલાનાં લોકો ખેતરની વચોવચ્ચ એક માણસનું પૂતળું બનાવતા હતા. જો કે, લાંબા સમય બાદ જ્યારે તેનો વધુ લાભ ન મળ્યો હોય ત્યારે નવો દેશી જુગાડ કરવામાં આવ્યો છે.
જેઓ ગામમાં રહેતા હોય છે, તેઓ જાણતા હોય છે કે, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સમસ્યા પક્ષીઓ, ગાય તથા ભેંસ જેવા પ્રાણીઓથી વધુ હોય છે. આવી પરીસ્થિતિમાં ખેડૂતો માટે સંપૂર્ણ દિવસ તડકામાં મોટા ખેતરોમાં ઉભા રહેવું ખુબ મુશ્કેલ હોય છે. પક્ષીઓને ખેતરોથી દૂર રાખવા ખેડૂતે નવા સ્વદેશી ઉપકરણનો ઉપયોગ કર્યો છે.
પાક બચાવવા ખેડૂતોએ લગાવ્યો આવો જુગાડ:
ખેડુતોએ પક્ષીઓને ખેતરોમાં પાકને બરબાદ થતો અટકાવવા એક અનોખા ઉપકરણનો ઉપયોગ કર્યો છે. આ ઉપકરણ સાથે, ક્ષેત્રમાં સતત અવાજ આવે છે કે, જેને લીધે પક્ષીઓ દૂર રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પંખાની મશીનરી મોટરનો ઉપયોગ ખેતરમાં પક્ષીઓને ભગાડવા કરાય રહ્યો છે.
View this post on Instagram
ખેડૂતોની એક નાની યુક્તિ કામમાં આવી:
ખેડૂતો પક્ષીઓથી પાકને બચાવવા માટે આ અનોખી રીત લઈને આવ્યા છે. ખાલી ડબ્બા માંથી આવતો જોરદાર અવાજ સાંભળીને પાસે બેઠેલા પક્ષીઓ ઉડી જાય છે. ફક્ત એક નાની યુક્તિથી, ખેડૂત અથવા તો તેના પરિવારના સભ્યને સપૂર્ણ દિવસ ખેતરમાં ઉભા રહેવાની જરૂર પડશે નહીં.
હાલમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જુગાડ લાઈફ હેક્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે ત્યારે વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘સરળ રીત …’ સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે તેમજ સેકંડો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…