વરસાદ પાછો ખેંચાતા બનાસકાંઠાના ડેમો થયા ખાલી, ખેડૂતોને ભયંકર નુકસાન થવાની શક્યતા

207
Published on: 5:24 pm, Sat, 10 July 21

ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પાણીની ભયંકર સમસ્યા ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લાના ૮૦ ટકા ખેડૂતો વરસાદના પાણી પર આધારિત ખેતી કરે છે આ વર્ષે વરસાદ પાછો ખેંચાતા ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરી ગયા છે. તેથી આ સમયમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

બનાસકાંઠા જિલ્લાના ડેમ પણ ખાલીખમ
બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા,સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલી થવાના એંધાણ આવી ગયા છે. આ જોઈને ખેડૂતો પણ વધારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તે કહે છે કે જો હવે આગામી અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો આ મોંઘા ભાવના બિયારણ અને દવાઓ નો ખર્ચો માથે પડશે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલ સિપુડેમ એ સંપૂર્ણ ખાલી છે. આ ઉપરાંત દાંતીવાડા ડેમ 9 ટકા જેટલો ભરેલો છે.અને મુકેશ્વર ડેમ 10 ટકા જેટલો ભરેલો છે.જિલ્લાના ખેતીવાડી ના અધિકારીઓનું કહેવું છે કે હજુ ૧૦ દિવસ વરસાદ પાછો ખેંચાશે, તો ખેડૂતોને કેટલું નુકસાન થશે જાણો.જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલનું કહેવું છે કે, હજુ જીલ્લામાં દસ દિવસ વરસાદ ખેંચાય તો ખેતીના પાકોને ભયંકર નુકસાન થઈ શકે છે.

હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પાકનો વિકાસ અટકીજશે. જેથી પાક નાશ પામશે.તેમણે કહ્યું કે જો વરસાદ વધારે પાછો ખેંચાશે તો ખેડૂતોએ સસ્તા ભાવ વાળા પાકોની વાવણી કરવી પડશે.સસ્તા ભાવ વાળા પાકો એટલે કે એરંડા અને કઠોળ છે.એક માહિતી મુજબ જાણવા મળ્યું છે કે બનાસકાંઠામાં પાણીવાળા વિસ્તાર એ 4.50 લાખ હેકટર છે. અને જ્યાં બિલકુલ પાણી નથી તે વિસ્તાર 1.50 લાખ હેક્ટર છે.