લાખોની ચલણી નોટોથી કરાયો ગણપતી બાપ્પાનો અદ્ભુત શણગાર, એકાવન કિલોના લાડુનો ચઢાવ્યો પ્રસાદ- જુઓ વિડીયો

120
Published on: 10:56 am, Mon, 20 September 21

ગઈકાલે ગણપતી બાપ્પાની પ્ર્તીમોનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપ્પાની વિદાય થતા કેટલાક ભક્તો રડી પણ પડ્યા હતા. છેલ્લા 10 દિવસથી સમગ્ર રાજ્યમાં અનેકવિધ શહેરોમાં હર્ષોલ્લાસ સાથે તેમજ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જયારે રાજ્યમાં કેટલીક જગ્યાએ કઈક અનોખી રીતે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હોય એવા પણ સમાચાર સામે આવ્યા હશે! હાલમાં પણ આવી જ એક ખુબ અનોખી ઉજવણીને લઈ સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશનાં મહાનગરો, શહેરોમાં, ગામડાઓમાં ઠેર ઠેર પંડાલોમા ગજાનન મહારાજની મૂર્તિનું સ્થાપન કરાયું હતું.

વિરપુરમાં ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ગૌરીનંદ ગણેશજીનું સ્થાપન કરાયું હતું. જેમાં ગઇકાલે સાંજે ગણપતિબાપાને ભારતીય ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો હતો. ગજાનન મહારાજને 3,20,000 રૂપિયાની નોટોથી શણગાર કરવામાં આવ્યો હતો કે, જેમાં 20થી લઈને લઇ 2,000 રૂપિયા સુધીની નોટનો ઉપયોગ થયો હતો.

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આરતી ઉતારી:
ભારતીય ચલણીની રૂપિયા 20 રૂપિયાથી લઈને 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટોથી ગણપતિદાદાની મૂર્તિને સુશોભિત કરવામાં આવી હતી. આરતીમાં ગણપતિબાપાને ચલણી નોટોના શણગારના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.

આની સાથે જ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખરાવાડ કા રાજા ગણેશજીની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આની સાથોસાથ જ મહાપ્રસાદમાં ગણેશબાપાને છપ્પનભોગ તથા એકાવન કિલોનો મોદક લાડુ પણ ધરાવવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા:
લાખો રૂપિયાથી શણગારવામાં આવેલ ગણપતિદાદાની મૂર્તિની સાથે ગણેશભક્તોએ પોતાના મોબાઈલમાં સેલ્ફી લઈ ગૌરીનંદ ગણેશજી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ગણેશજીને ચલણી નોટોથી શણગાર કરવામાં ખરાવાડ વિસ્તારના યુવાનો, બહેનો તથાજ રાજુભાઈ બારૈયાએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…