ગંભીર અકસ્માતમાં પિતાની નજર સામે પત્ની અને એક વર્ષની દીકરીનું મોત, એકસાથે માતા-દીકરીની અર્થી ઉઠતા…

150
Published on: 10:36 am, Sun, 5 December 21

દેશમાં અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અકસ્માતથી થતા મોતની સંખ્યા કોરોના કરતા પણ વધારે છે. હાલ આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો એક બાઈક ઉપર માતા-પિતા અને દીકરી જઈ રહ્યા હતા. આ દરમિયાન એક એવો અકસ્માત સર્જાયો હતો કે દીકરીની નજર સામે, માતા અને પિતાની અર્થી ઉઠી હતી.

મળતી માહિતી અનુસાર, રોહિત તેમની પત્ની યોગીતા સાથે હોસ્પિટલ દવા લેવા માટે જઈ રહ્યા હતા. માતા-પિતાની સાથે તેમની એક વર્ષની દીકરી પણ હાજર હતી. દીકરી બીમાર હોવાથી માતા-પિતા તેને હોસ્પિટલે લઈને જઈ રહ્યા હતા અચાનક રસ્તામાં પાછળથી આવતી મીની ટ્રકની જોરદાર ટક્કર લાગી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ માતા અને દીકરીનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. અકસ્માતમાં પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક રોહિત ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દીકરી ની સારવાર અર્થે હોસ્પિટલ જતા પરિવારને અકસ્માતે મોતના મુખમાં ધકેલી દીધા હતા.

પિતાને પણ નહોતી જાણ કે અકસ્માતમાં તેમની પત્ની અને દીકરીનો ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું છે, જ્યારે આ ઘટનાની જાણ પરિવારજનોને થાય ત્યારે પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો. અકસ્માતથી માત્ર પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં શોભના વાદળો છવાયા હતા. જ્યારે પિતાએ પોતાની નજર સામે પોતાની પત્ની અને દીકરીને ગુમાવી હતી. માતા અને દીકરીની એકસાથે અર્થી ઉઠતા આખા ગામમાં શોકના કાળા વાદળો છવાયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…