
હાલ પ્રેમ ના કારણે ઘણા નવયુવાનો ઘર છોડીને ભાગી રહ્યા છે, છોકરા તો ઠીક પરંતુ છોકરીઓ પણ ભાગવા માટે પરિવારનો અને પિતાનો થોડો પણ વિચાર કરતી નથી. આવી ઘણી ઘટનાઓ તમે નજરે જોઈ હશે અથવા તો સાંભળી હશે. દીકરી જયારે ઘરેથી પ્રેમી સાથે ભાગે છે, ત્યારે સૌથી મોટો આઘાત પિતાને જ લાગે છે, કારણ કે દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય છે અને તજયારે દીકરી જ ભાગે છે ત્યારે સમાજમાં પિતા માથું પણ ઊંચું કરી શકતા નથી. હાલ આવો જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
એક પિતાએ પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણની ઘટના નોંધાવી હતી. અચાનક ઘરેથી દીકરી ગાયબ થતા પરિવારજનોને લાગ્યું દીકરીનું અપહરણ થયું છે, પરંતુ દીકરી તો તેના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી. એકતરફ પરિવાર દીકરીના અપહરણથી પરેશાન હતો, અને આ બાજુ દીકરી તેના પ્રેમી સાથે ખુશ હતી. પરંતુ અચાનક દીકરી ફેસબુકમાં લાઇવ થઇ હતી અને પિતા અને પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
હાલમાં સોશિયલ મીડિયા પર એક કપલનો વિડીયો ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિઓને વધુમાં વધુ લોકો શેર પણ કરી રહ્યા છે. વિડીયોમાં યુવતી ખુશીથી હસતા હસતા ચોખ્ખા શબ્દોમાં કહી રહી છે કે, તે પોતાની મરજીથી પોતાના પ્રેમી સાથે ભાગી છે.
પિતાએ 18 ડિસેમ્બરના રોજ પોતાની પુત્રીના અપહરનો મામલો નજીકના પોલીસ સ્ટેશનમાં નોધાવ્યો હતો. પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોડી રાત્રે ત્રણ બાઈક સવાર ઘરમાં ઘુસ્યા અને પોતાની પુત્રીનું અપહરણ કરીને ભાગી ગયા. યુવતીના પિતાનું કહેવું છે કે, અપહરણ સમયે તેઓ દવાખાને ઈલાજ માટે ગયા હતા.
તેનો ફાયદો ઉઠાવીને કિડનેપર પુત્રીનું અપહરણ કરી ગયા. પરંતુ, અત્યારે વાઇરલ થઈ રહેલ વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે, આ યુવતી પોતાની મરજીથી ઘરેથી ભાગી છે અને તેનું કોઈ અપહરણ નથી થયું. આ વિડીઓમાં બંને ખુશ નજર આવી રહ્યા છે. પરંતુ, પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે, વિડીયો કદાચ યુવતીએ કોઈ દબાવમાં તો નથી બનાવ્યો ને!
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…