જાણો શું છે સરકારની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’- લક્ષ્મી સ્વરૂપ દીકરીઓ આ રીતે મેળવી શકશે લાભ

195
Published on: 6:12 pm, Mon, 20 September 21

પહેલાના સમયમાં દીકરીને બોજારૂપ ગણવામાં આવતી હતી જયારે હાલના સમયમાં મોટાભાગના લોકો લક્ષ્મી સ્વરૂપ દીકરીની અગત્યતા સમજતા થયા છે ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને લઈ કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક યોજનાને લઈ જાણકારી સામે આવી છે. આવો જાણીએ વિગતે.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના? કેવી રીતે મેળવશો યોજનાનો લાભ?
સરકાર દ્વારા નાની બચત યોજનાઓ માટે જુલાઈ-સપ્ટેમ્બર માસના ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જયારે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ પહેલાની જેમ જ વ્યાજ દર ઉપલબ્ધ રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકારે શરૂ કરેલ બચત યોજના છે

આ યોજનામાં દીકરીઓ માટે કરમુક્ત રોકાણો કરી શકાય છે. આ યોજનામાં ટેક્સ છૂટ પણ આવકવેરાની કલમ 80 સી હેઠળ ઉપલબ્ધ છે. જેમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ મેળવી શકાય છે.  આની  શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. જેમાં દીકરીઓ માટે ફંડ એકત્ર કરવાનો ઉદ્દેશ હતો.

અન્ય યોજના કરતા આ યોજનામાં વ્યાજ વધારે મળી રહે છે. જુલાઈ – સપ્ટેમ્બર ત્રિમાસિક સમયમાં કુલ 7.6% ના દરથી વ્યાજ દર નક્કી કરવામાં આવ્યાં છે. જેના પર મળતું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ ઉમેરવામાં આવતું હોય છે. જો આ યોજનામાં યોગ્ય રીતે રોકાણ કરીએ તો દીકરીઓ માટે મોટી રકમ એકત્ર કરી શકાય છે.

જો કોઇપણ વ્યક્તિ દર મહિને 3,000 રૂપિયાનું રોકાણ કરે તો ફક્ત એક જ વર્ષમાં 36,000 રૂપિયા જમા થશે. બાદમાં 14 વર્ષ સુધી ડિપોઝિટ કર્યા પછી કુલ રોકાણ 9,87,637 રૂપિયા થશે. જેના પર 7.6 ટકાના દરે વ્યાજ પણ મળશે. આ સ્કીમના નિયમ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરીના 21 વર્ષ પૂર્ણ કર્યા પછી જ તમે રકમ ઉપાડી શકશો. આ પ્રકારે દીકરીના 21 વર્ષ થયા બાદ તમને 15,27,637 રૂપિયા મળશે.

આ યોજનામાં રોકાણ કરવાની મર્યાદા શું છે?
આ યોજનામાં રોકાણ કરવા માટે તમારે પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે. આની સાથે જઆ યોજનામાં તમે 250 રૂપીયાથી લઇને 1.5 લાખ રૂપિયા સુધી વર્ષમાં જમા કરાવી શકો છો. જો તમે ન્યૂનતમ રકમ જમા ન કરો તો તમારું ખાતું બંધ થઈ જશે.

કોણ ખોલાવી શકે છે, સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં ખાતું?
ભારતનો કોઈપણ નાગરીક આ યોજના હેઠળ પોતાની દીકરી માટે ખાતું ખોલાવી શકે છે. આની સાથે જ ખાતું પુત્રીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવા પર જ ખુલી શકે છે. 18 વર્ષની ઉંમર થયા પછી દીકરી જાતે જ પોતાના ખાતાનું સંચાલન કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત વધુમાં વધુ બે દીકરીના ખાતા ખોલાવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…