સમાજમાં રહેતા તમામ લોકો જાણે છે કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં તેનો જન્મ દિવસ ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે, કારણ કે તે દિવસે વ્યક્તિ પોતાની જિંદગી જીવવાની શુભ શરૂઆત કરતો હોય છે. જેને લીધે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ અને અનોખો રહે અને સાથે સાથે તે ઈચ્છે છે કે આવનારા સમયમાં તેમનું જીવન સુખમય રહે અને ભવિષ્ય ઉજ્જવળ રહે અને સફળતાના શિખરો સુધી પહોંચી શકે.
આપણે સૌ જાણીએ છીએ કે, સમાજમાં ઘણા લોકો એવા હોય છે જે તે તેમના જન્મદિવસ પર મિત્રો, પરિવાર સાથે પાર્ટી કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. જન્મ દિવસ પર ખુશીઓની ઉજવણી કરવી યોગ્ય છે પરંતુ આજકાલના સમયમાં લોકો જન્મદિવસ પર દારૂ સાથે અન્ય વસ્તુઓનું પણ સેવન કરીને ઉજવણી કરી રહ્યા છે જે સમાજને બરબાદી તરફ ધકેલી શકે છે.
સુરત શહેરમાં ઘણા એવા પ્રેરણાદાયી લોકો છે જે પોતાનો જન્મ દિવસ ગરીબ બાળકો સાથે ઉજવીને ગરીબ બાળકોના મુખ પર સ્મિત લાવવાની કોશિશ કરે છે અને લોકોને એમાં ખુશી મળે છે. જન્મદિવસ પર ખોટા તાયફાઓ અને ખોટા દેખાડા કર્યા વગર જ ગરીબ બાળકો સાથે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. સુરતમાં ઘણા એવા પ્રેરણાદાયી લોકો છે જે પોતાના જન્મદિવસે અન્ય બીજી જગ્યાએ પૈસાને જેમ ફાવે તેમ વ્યર્થ કરવાની જગ્યાએ ગરીબ બાળકોને મદદ કરે છે અને તેની સાથે પોતાનો જન્મદિવસ જોશ અને ઉત્સાહથી ઉજવે છે.
ત્યારે ગઈ કાલે સુરતની 21 વર્ષની દીકરી તુષ્ણાબેન ખૂંટએ પોતાનો જન્મદિવસ પુલ નીચે અને રોડ રસ્તા પર રહેતા શ્રમજીવી પરિવાર ના બાળકો ની સાથે વિતાવી ઉજવણી કરી હતી અને ગરીબ બાળકોને પોતાનાથી થાય એટલી તમામ મદદ કરી હતી અને ગરીબ બાળકોના મોઢા પર એક નાનકડું સ્મિત લાવવાની કોશિશ કરી હતી. “તુષ્ણાબેન ખૂંટ” નાનપણથી જ સેવાકીય પ્રવૃતિઓ અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
જન્મદિવસ પર ગરીબ લોકોની મદદ કરીને ઉજવણી કરવી એટલે સમાજના યુવક અને યુવતીઓને એક પ્રેરણા પૂરી પાડવાની બનતી કોશિશ કરી છે. પોતાનાથી બનતી તમામ સેવા કરીને ગરીબ બાળકોનું દિલ જીતવું તેનાથી મોટી વાત કોઈ ન હોઈ શકે. આવી જ રીતે સમાજમાં પ્રેરણારૂપી મેસેજ ફેલાવતા રહો જેથી લોકોમાં પણ જાગૃતિ આવે.