
કેટલીક વખત લગ્નજીવનમાં ઝઘડા ઓ જોવા મળે છે.કેટલીક વખત એ જગડાઓ દંપતીએ જાતે કર્યા હોય છે અને કેટલીક વખત તેના ઉપર ખરાબ નજર પડવાને કારણે પણ થાય છે. અને કેટલીક વખત નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોય છે.
વાસ્તુ નું કહેવું છે કે જો તમારા વૈવાહિક સંબંધોમાં મતભેદ વધી રહ્યાં હોય.અને સતત વિવાદ અને ઝઘડા થતાં હોય તો તેના માટે આપના બેડરૂમનું વાસ્તુ પણ જવાબદાર હોઇ શકે છે. વૈવાહિક જીવનમાં ઝઘડા પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમજદારીના અભાવના કારણે થાય છે.પરંતુ કેટલીક વખત તેના માટે વાસ્તુ પણ જવાબદાર હોય છે. ઊર્જા બે પ્રકારની હોય છે,. નકારાત્મક અને સકારાત્મક.
કેટલીક વસ્તુઓને ખોટી દિશામાં મૂકવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેવી જ રીતે કેટલીક વસ્તુને ગલત વસ્તુ સાાથે મૂકવાથી પણ નેગેટિવ ઉર્જા આવે છે. તો જાણીએ બેડરૂમ માં કઈ વસ્તુ મૂકવાથી નેગેટિવ ઊર્જાનો સંચાર થાય છે. ભજન ફોટા સ્થાને વસ્તુઓ મૂકવાથી નકારાત્મક ઉર્જા નો વધારો થાય છે.
બ્લેક કલરની બેડશીટ કોઈ દિવસ રાખવી નહીં.
કાળો કલર નેગેટિવ ઊર્જા નું પ્રતીક છે.તેથી બેડશીટ અને ઓશિકાના કવર કાળા કલરના રાખવા જોઇએ નહીં. જો તે રાખશો તો પતિ-પત્ની વચ્ચે ઝઘડા ઓ વધશે.
બેડરૂમમાં કોઈ પણ દિવસ મંદિર રાખવું નહીં.
બેડરૂમમાં પૂજાઘર, ધાર્મિક પુસ્તકો, દેવી દેવતાની તસવીરો હોય તો તેને તરત જ હટાવી દો. બેડરૂમાં પૂજા ના સ્થાનને શુભ નથી મનાતું. આ બધી જ વસ્તુઓ ગુરૂ ગ્રહ ને લાગતી છે. અને વૈવાહિક જીવન ચક્ર આભારી હોય છે. આ બંને એકબીજાના દુશ્મન છે. આ કારણે ધાર્મિક વસ્તુઓ બેડરૂમમાં કોઈપણ દિવસ રાખવી જોઈએ નહીં.
પાણીની તસવીર લગાવવી નહિ.
ઘરને સજાવવા માટે આપણે અનેક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો બેડ રૂમમાં પાણીની તસવીર લગાવે છે. વહેતું ઝરણું, જળધોધ., સમુદ્ર કોઇ પણ સ્વરૂપે જળ પ્રતિબિંબિત થયું હોય તેવી તસવીરને બેડરૂમમાં ક્યારેય ન લગાવો. ઉપરાંત માયૂસી અને આક્રમકતા દર્શાવતી તસવીરો પણ બેડરૂમ કે ઘરના કોઇ પણ જગ્યાએ ન લગાવી જોઇએ. તેનાથી નેગેટિવ ઊર્જાનો સંચાર થાય છે.
તૂટેલા કાચને કાઢી નાખો
જો બેડરૂમમાં તૂટેલા કાચની કોઇ વસ્તુઓ હોય તો તેને તાત્કાલિક દૂર કરો., તૂટેલા કાચ પણ નેગેટિવ ઊર્જા નું ઉત્પાદન કરે છે. તેનાથી પતિ પત્નીના સંબંધોમાો તણાવ સર્જાય છે. બેડરૂમમાં બેડની સામે ક્યારેય દર્પણ ન રાાખો. જો હોય તો તેના પર રાત્રે કપડું ઢાંકી દો. તેના કારણે પણ પતિ પત્નીમાં મતભેદ થવાની શક્યતા છે.