11 વર્ષના આ છોકરાએ તેના પિતા મૃત્યુ પામ્યા છે, તેની જાણ કોઈને ન કરી અને પછી જે થયું એ જાણી…

Published on: 6:51 pm, Sat, 25 September 21

અહીં નીચે ફોટામાં આપને જે મહિલા દેખાઈ રહી છે એમનું નામ રંજન બેન છે કે, જેમને એકનો એક દીકરો તથા એક દીકરી છે તેમજ તેમના પતિનું નામ કુંભાની હતું કે, જેઓ ખુબ ગંભીર સ્થિતિમાં મૂકાતા મોતને ભેટ્યા હતા. જ્યારે છોકરો ફક્ત 11 જ વર્ષનો જ હતો જેનું નામ ઓમકેશ છે.

આ સમયે એવું બન્યું હતું કે, જ્યારે કોરોનામાં કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત થતા હતા ત્યારે આ રંજનબેન પણ કોરોના સંક્રમિત થયા હતા જેથી એક-બે દિવસ બાદ તેમના પતિ કુંભાની પણ સંક્રમિત થતા તેમને દવાઓનો ખર્ચો થયો છતાં પણ તેઓ જાજુ જીવી શક્યા ન હતા.

આ રંજનબેન પતિનું મૃત્યુ થતાં તેમને આની જાણ કરવામાં ન આવી હતી. કારણ કે, તેઓને પણ કોરોના થયો હતો તેમજ જો પતિ મૃત્યુ પામ્યા છે તેમની જાણ કરીએ તો તેમનામાં આવેલ રિકવરી પણ ખુબ ઓછી થઈ જાય અને સમસ્યામાં મુકાઈ કે, જેથી તેમના બાળકને પણ જાણ કરી ન હતી.

જ્યારે રંજનબેન સાજા થઈને ઘરે પરત ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે, તેમના પતિનું મૃત્યુ થઈ ચુક્યું છે કે, જેથી તેઓ ખૂબ જ રડવા લાગ્યા હતા તેમજ તેમના પતિને યાદ કરતા કહ્યું હતું કે, તેમનો દીકરો પણ જ્યારે તેના પપ્પા અવસાન પામ્યા તે વખતે સાજો થયો ન હતો.

બાદમાં આ બહેનને તેમના પતિનું મૃત્યુ થતાં ઘર ચલાવવામાં કેટલીય મુશ્કેલીઓ આવવા લાગી હતી તેમજ તેમના બાળકની ફી પણ સ્કૂલવાળાએ માફ કરી દેતા તેમજ ઘર ભાડું પણ શેઠ માફ કરી દેતા તેઓ મહેનત કરવા લાગે છે જેથી તેમને નવું સિલાઈ મશીન લાવી આપવામાં આવ્યું હતું.

કેટલાક અજાણ્યા લોકો પણ આવા લોકોની મદદ માટે આગળ આવતા હોય છે ત્યારે સગા વહાલા જોવા પણ નથી આવતા પરંતુ એમના પાડોશી પોપટભાઈ નામના વ્યક્તિ કામમાં આવ્યા હતા તેમજ એમને મદદ તરીકે સિલાઇ મશીન લાવી આપીને રાશન પાણીની પણ મદદ કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…