62 વર્ષના પપ્પા 59 વર્ષની મહિલા સાથે હોટલમાં રંગીન પળો માણી રહ્યા હતા ને, અચાનક દીકરાએ દીધી દસ્તક

115
Published on: 12:01 pm, Thu, 14 October 21

ઘણીવાર આપણને શરમ આવે એવી કેટલીક શરમજનક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. હાલમાં વ્યભિચારની એક અનોખી ઘટના સામે આવી છે કે, જેમાં એક દીકરાએ તેના 60 વર્ષીય પિતાને તેની 59 વર્ષની પ્રેમિકા સાથે હોટેલમાં રંગરેલિયા મનાવતા રંગેહાથ પકડી પાડ્યા હતા.

દીકરાએ પિતાના હોટેલના રૂમમાં ઘુસીને હંગામો કર્યો હતો. બાદમાં હોટલે વૃદ્ધ પ્રેમી-પ્રેમિકાને બહાર કાઢી મુક્યા હતા. પતિ-પત્ની તરીકે હોટલમાં ચેક-ઇન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, પિતા તથા મહિલા વચ્ચે ફેસબુકથી મિત્રતા થઈ હતી તેમજ બાદમાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

આ હચમચાવી દેતી ઘટના મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈનમાંથી સેમ આવી છે કે, જ્યાં હોટલમાં 60થી પણ વધુ ઉંમરના પિતાની લવ સ્ટોરીમાં દીકરાની એન્ટ્રી થઈ હતી. પિતાને પ્રેમિકા સાથે રંગેહાથ પકડવા માટે દીકરો છેક ગ્વાલિયરથી જયપુર અને ત્યાંથી ઉજ્જૈન આવ્યો હતો. અહીં હોટલ મિલન હોલિડેમાં રોકાયેલા પિતાના રૂમમાં ઘુસીને હંગામો કર્યો હતો.

62 વર્ષની આલોક ચૌધરી ગ્વાલિયરમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી છે, જ્યારે 59 વર્ષની પ્રેમિકા જયપુરમાં FCIમાં વિકાસ અધિકારી છે. આલોકના દીકરા અંકુર જણાવે છે કે, તેની મમ્મી અનુકા પપ્પાને અફેર અને રોજરોજના ઝઘડાથી કંટાળી ગઈ હતી. જ્યારે બે-ત્રણ દિવસ અગાઉ તે ઘરે કોઈને કહ્યા વિના જતા રહ્યા ત્યારે તેમની પાસે જયપુરની ટિકિટ હતી.

આગળ આલોક જણાવતા કહે છે કે, માતાના કહેવાથી તે કારમાં તેમની પાછળ ગયો હતો. પિતા બસમાં પહેલાં જયપુર ગયા હતા. બાદમાં જયપુરથી ટ્રેનમાં પ્રેમિકાની સાથે ઉજૈજન ગયા હતા. પિતા ટ્રેનમાં ઉજ્જૈન ગયા ત્યારે તે કારમાં ઉજ્જૈન ગયો હતો. જ્યારે તેના પિતા પ્રેમિકાની સાથે ઉજ્જૈન પહોંચ્યા ત્યારે તે ફરીવાર તેમની પાછળ લાગી ગયો હતો.

બન્ને અહીની મિલન હોલિડે હોટલમાં રોકાયા હતા. બાદમાં હોટલના રૂમમાં જઈને તેણે દરવાજો ખખડાવતા પિતા અને તેમની પ્રેમિકાને ખરું-ખોટું સંભળાવ્યું હતું તેમજ પિતાને ગ્વાલિયરમાં ન આવવાની ધમકી પણ આપી હતી. આલોકે દીકરાને રૂમમાંથી બહાર જવાનું જણાવ્યું હતું.

દીકરાએ વીડિયો બનાવી લીધો:
62 વર્ષીય આલોક પ્રેમિકાની સાથે સવારનાં 4 વાગ્યાનાં સુમારે જયપુરથી મૈસૂર એક્સપ્રેસ ટ્રેનમાં ઉજ્જૈન આવ્યા હતા. દીકરાએ રેલવે સ્ટેશન પરથી જ વીડિયોને ફોટો ક્લિક કરી લીધા હતા. પિતા હોટલમાં ગયા ત્યારે અંકુરની સાથે રહેલા મિત્રે હંગામાંનો વીડિયો બનાવ્યો હતો તેમજ તે સો.મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

પત્ની પાસે વળતર તરીકે માંગ્યા 13.50 લાખ રૂપિયા:
અંકુરે દાવો કર્યો હતો કે, એના પપ્પા દરરોજ ઘરમાં મમ્મી સાથે ઝઘડો કરતા હતા. મમ્મી પાસે અંદાજે 13.50 લાખ રૂપિયાની માગણી કરીને ડિવોર્સની પણ માંગ કરી હતી. આ દરમિયાન તેને ફેસબુક મિત્રની જાણ થઈ હતી. પપ્પાની આ ફ્રેન્ડ જયપુરમાં ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયામાં વિકાસ અધિકારી તરીકે કામ કરે છે.

અંકુરનો આરોપ રહેલો છે કે, તેના પપ્પાએ પૈસાની લાલચમાં મહિલાની સાથે મિત્રતા કરી છે. આ મહિલાના વિભાગમાં ફરિયાદ કરશે તેમજ પિતા પર માનસિક હેરાનગતિનો કેસ કરશે. તેની પાસ ગ્વાલિયરથી જયપુર આવવાના તથા ઉજ્જૈનના બધા જ વીડિયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…