ગુજરાતમાં આવી રહ્યું છે બીજું વાવાઝોડું?- હવામાન વિભાગની આ આગાહી જાણીને વિશ્વાસ નહિ આવે

136
Published on: 11:28 am, Thu, 2 December 21

હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાઈ રહ્યું છે. હવમાન વિભાગની આગાહી મુજબ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં ફરી એક તોફાન સર્જાઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધીમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારે પહોચશે. આ તોફાનને જવાદ વાવાઝોડુ નામ આપવામાં આવેલ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા સમય બાદ આ ચક્રવાત વાવાઝોડાનું રૂપ લઈ શકે છે. જેની અસર ગુજરાત રાજ્યમાં પણ થશે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

જવાદ વાવાઝોડાના અસરના ભાગરૂપે દરિયાકાંઠાના માછીમારોને હવામાન વુભાગ દ્વારા એલર્ટ કરી દેવાયા છે. હાલમાં તેઓને સુરક્ષિત રીતે કાંઠા પર પરત ફરે તે અંગેનું સુચન આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં હલચલ થવાને કારણે હવામાન વિભાગ દ્વારા આજથી ચાર દિવસ સુધી ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી દીધી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ મુંબઈમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપી દીધી છે.

શનિવારના રોજ આવી શકે છે તોફાન:
હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારના રોજ સવારે લો પ્રેશર સક્રિય થઇ શકે છે. આ લો પ્રેશર સક્રિય થવાને કારણે આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની પુરેપુરી સંભવાનાઓ જોવા મળી રહી છે. બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોચે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યાર બાદ 4 ડિસેમ્બરને શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ લો પ્રેશરને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદ પડવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ખાબકી શકે છે વરસાદ:
આ વાવાઝોડાની અસરને કારણે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છૂટો છવાયો, ઉત્તરીય મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. તો 2 ડિસેમ્બરના રોજ ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…