આ વિસ્તારો પર મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો- આજ સાંજ સુધીમાં મચાવશે ભારે તબાહી

399
Published on: 2:00 pm, Mon, 27 September 21

હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં અનરાધાર મેઘમહેર થઈ ચુકી છે ત્યારે રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. આની સાથે-સાથે જ ચેકડેમો પણ ઓવરફલો થઈ ચુક્યા છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે કે, જે આપને માહિતગાર કરશે.

‘ગુલાબ’ વાવાઝોડાએ વધારી ચિંતા: 
ઓડિશામાં આવેલ ગોપાલપુર તથા વિશાખાપટ્ટનમની વચ્ચેથી રવિવારનાં રોજ ‘ગુલાબ’ વાવાઝોડું ત્રાટકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આંધ્ર પ્રદેશનાં દરિયાકાંઠાનાં જિલ્લાઓમાં SDRF તથા NDRF ની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે ઓડિશામાં પણ ખુબ મોટી સંખ્યામાં ફોર્સ મોકલી દેવામાં આવી છે.

ઓડિશા તથા આંધ્ર પ્રદેશ સરકાર હાઇ અલર્ટ પર: 
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન પ્રમાણે વિશાખાપટ્ટનમ સહિતનાં જિલ્લાઓમાં માછીમારોને દરિયામાં ન જવા માટેનાં આદેશ આપવામાં આવ્યા છે ત્યારે ઓડિશામાં આવેલ ગંજમ જિલ્લામાં પણ વાવાઝોડાને લીધે અતિભારે તબાહીની આશંકા રહેલી છે જેથી તંત્ર દોડતું થયું છે.

95 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન: 
IMD પ્રમાણે બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીરે-ધીરે ભારત બાજુ આગળ વધતું જઈ રહ્યું છે ત્યારે હાલમાં વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા બાજુ આગળ આવી રહ્યું છે. 26 સપ્ટેમ્બરે સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ તથા ગોપાલપુર વચ્ચે આંધ્ર પ્રદેસ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે.

અહીં નોંધનીય છે કે, વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફક્ત આટલું જ નહીં આગામી 3 દિવસ સુધી દરિયામાં ન જવા માટેનાં આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે, હજુ સતત 3 દિવસ સુધી સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઊઠવાની આશંકા રહેલી છે.

ગુલાબ ચક્રવાતને લઇ મહત્વના સમાચાર:
ભારતનાં પૂર્વ વિસ્તારમાં વાવાઝોડું આજ સાંજ સુધીમાં ત્રાટકે તેવી આશંકા રહેલી છે ત્યારે આ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર પણ વર્તાશે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને લીધે વાવાઝોડું આવી રહ્યું છે જેને લીધે અતિભારે વરસાદને લઈ યલો અલર્ટ આપી દેવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કડાકાભડાકા સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતનાં લીધે રાજ્યના હવામાનમાં બદલાવ આવશે કે, જેમા 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બર એટલે કે, આવતીકાલથી જ અતિભારે વરસાદની શરૂઆત થવાની શક્યતા રહેલી છે જ્યારે 28 તારીખે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતનાં જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…