ચોમાસાની વિદાય પહેલા ‘ગુલાબ’ વાવાઝોડાએ દીધી દસ્તક- આવનારા ૧૨ કલાકમાં આ વિસ્તારોમાં થશે જળબંબાકાર

605
Published on: 4:15 pm, Sat, 25 September 21

ભારતીય હવામાન વિભાગ (IMD) એ નવા ચક્રવાતી તોફાન માટે એલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડાને ચક્રવાત ગુલાબ નામ આપવામાં આવ્યું છે. માહિતી અનુસાર, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આ ચક્રવાતી તોફાન માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેનું કારણ પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જે ટૂંક સમયમાં ચક્રવાતી તોફાન ગુલાબનું સ્વરૂપ લેશે.

સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં 28 સપ્ટેમ્બરે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

28 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. જયારે 29 સપ્ટેમ્બરે 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આગામી 24 કલાકમાં ગુલાબ વાવાઝોડું(Hurricane) ગુજરાત(Gujarat) સુધી પહોંચી જશે તેવી સંભાવના છે. હવામાન વિભાગે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશન(Cyclonic circulation)ની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા(Lightning strikes) સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…