ગુજરાતથી આટલા કિલોમીટર જ દુર છે બિપોરજોય વાવાઝોડું, જાણો કઈ તારીખે ત્રાટકશે?

Published on: 11:47 am, Wed, 7 June 23

Cyclone biparjoy threatened over gujarat: ગુજરાત રાજ્ય પર વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. કહેવાય છે કે ગુજરાત કરતાય મોટું વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વાવાઝોડાને બિપોરજોય (Cyclone biparjoy) નામ આપવામાં આવ્યું છે. હાલ મહત્વનો સવાલ એ છે કે, બિપોરજોય વાવાઝોડું (Cyclone biparjoy) ગુજરાતમાં ક્યારે આવશે અને કેટલી તબાહી મચાવશે?

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય પર બિપોરજોય વાવાઝોડા નો ખતરો હજુ પણ યથાવત છે. આવનારા 24 કલાકમાં બિપોરજોય વાવાઝોડું વધારે તીવ્ર બનશે તેવું જાણવા મળ્યું છે. આટલું જ નહીં આ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાત કરીએ ગુજરાતની તો… આ વાવાઝોડું ગુજરાતના પોરબંદરથી 1130 કિલોમીટર દૂર છે.

વાવાઝોડાની સ્થિતિ અંગે વાત કરીએ તો, બિપોરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં બદલાઈને અરેબિયન સીથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની સ્પીડ ની વાત કરીએ તો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ નું જણાવવું છે કે આવનારી 8 તારીખથી પવનની સ્પીડમાં વધારો થશે. અને બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ અનુભવાશે.

24 કલાકમાં વધુ જોર પકડીને ગુજરાત તરફ આગળ વધશે વાવાઝોડું
શક્યતા છે કે આ વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થઈ શકે છે. જેને પગલે દરેક દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સાથે સાથે જ માછીમારોને પણ સૂચન આપી દેવામાં આવ્યું છે કે આવનારા થોડા દિવસો દરિયો ન ખેડે. હવામાન વિભાગનું માનીએ તો ગુજરાત પર બિપોરજોય વાવાઝોડા નો ખતરો વધારે છે. વાવાઝોડુ પોતાની સ્પીડ વધારીને ગુજરાત તરફ આગળ વધશે. હવામાન વિભાગે જણાવતા કહ્યું કે, આવતી 11 તારીખ સુધીમાં વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…