સાત-સાત દીકરીઓનો જન્મ થતા લોકો મારી રહ્યા હતા ટોણાં, હાલ આ જ દીકરીઓ પરિવારનું નામ કરી રહી છે રોશન

423
Published on: 5:41 pm, Sat, 19 March 22

હજુ પણ ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં દીકરીઓને જન્મતાની સાથે જ બોજ માનીને દુધી પીતી કરી દેવામાં આવે છે. એવામાં જો તમારા ઘરમાં 7 દીકરીઓનો જન્મ થયો હશે તો તમને સમાજ દીકરીઓને બોજ માનવા જરૂર મજબુર કરી દે છે. ત્યાર બાદ જયારે આ જ દીકરીઓ ભવિષ્યમાં પરિવારનું નામ રોશન કરે છે. ત્યારે દીકરીને ભાર કહેવાવાળા બધા લોકોની બોલતી બંધ થઇ જાય છે.

જયારે આ 7 દીકરીઓએ પણ કંઈક આવું જ કરી બતાવ્યું છે. કહેવાય રહ્યું છે કે, આ સાત બહેનોએ તેમની મહેનતના બળ પર સરકારી નોકરી મેળવી છે. સરકારી નોકરી મળી ગયા પછી દરેક લોકો આ 7 બહેનો પર ગર્વ અનુભવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ 7 બહેનો બિહારની રહેવાસી છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, બિહારના પટનામાં એકમા નામના એક ગામમાં રાજકુમાર સિંહની આ 7 દીકરીઓ છે.

જયારે રાજકુમાર તેમની 7 દીકરીઓને બોજની બદલે લક્ષ્મી માનતા હતા. જયારે ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ તેમણે તેમની સાત દીકરીઓને ખૂબ જ ભણાવી હતી. તેઓએ પોતાની દીકરીઓને સક્ષમ બનાવી કે તે 7 દીકરીઓ આજે સરકારી નોકરીઓમાં પોસ્ટેડ છે. મળતી માહિતી અનુસાર આ 7 બહેનોમાંથી 4 બહેનો હાલ બિહાર પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ પર છે. આ ઉપરાંત બાકીની 3 બહેનો બિહાર એક્સાઇઝ, SSB અને CRPFમાં ફરજ પર છે.

મળતી માહિતી અનુસાર રાજકુમાર સિંહ અને શારદા દેવીને લગ્ન બાદ 8 દીકરી થઈ હતી અને ત્યાર પછી તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. તે તમામ દીકરીઓ માંથી સૌથી મોટી દીકરી સિવાય બાકીની 7 બહેનોની સરકારી નોકરી છે. જ્યારે કહેવાય રહ્યું છે કે, તેમઓ દીકરો રાજીવ પણ સરકારી નોકરી માટે હાલ અભ્યાસ કરી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજકુમારની બીજા નંબરની દીકરી રાણી દેવી બિહાર હાલ પોલીસમાં કોન્સ્ટેબલ છે. કહેવાય રહ્યું છે કે, રાણીએ લગ્ન અને બાળકો થયા પછી જ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે તૈયારી શરુ કરી હતી. ત્યાર બાદ 2009માં બિહાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેની પસંદ કરવામાં આવી હતી. હાલ રાણી જુમઈમાં પોસ્ટેડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જયારે રાજકુમારની ત્રીજા નંબરની દીકરી રેણુંને પણ ASB કોન્સ્ટેબલ તરીકે હમણાં મહારાજગંજ ગોરખપુરમાં નેપાળ સીમા પર કાર્યરત કરવામાં આવેલ છે. રેણું ASBનું સિલેક્શન 2008માં થયું હતું. જયારે તેના પતિ મંતું કુમાર સિંહ પણ CRPFમાં કોન્સ્ટેબલ હોવાનું કહેવામાં આવે છે.

તેમજ રાજકુમારની ચોથા નંબરની દીકરી સોની પણ તેની મોટી બહેનની જેમ સરકારી નોકરીની તૈયારી કરીને હાલ CRPFમાં કાર્યરત છે. વર્ષ 2001માં રાજકુમારની ચોથા નંબરની દીકરી સોનીએ પરીક્ષા ક્લિયર કરીને CRPFમાં શામેલ થઈ હતી. સોનીના પતિ રંજન કુમાર પણ CRPF કોન્સ્ટેબલ પર ફરજ નિભાવે છે. ત્યાર પછી રાજકુમારની પાંચમાં નંબરની દીકરી પ્રીતિ સિંહ વર્ષ 2015માં બિહાર પોલીસ જોઇન કર્યું છે. હાલ પ્રીતિ બિહારના અરવલમાં ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યરત હોવાનું કહેવામાં આવે છે.

જયારે પિંકીએ પણ તેની બીજી બધી બહેનો પાસેથી પ્રેરણા લઈને સરકારી નોકરીની તૈયારી કરી હતી. જયારે તે વર્ષ 2016માં તેની પસંદગી બિહારનાં એક્સાઈઝ વિભાગમાં કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર બે વર્ષ પછી નાની બહેન રિંકી સિંહની પણ બિહાર પોલીસ કોન્સ્ટેબલ માટે પસંદગી કરવામાં આવી હતી. જયારે બધાથી જ નાની બહેન નન્હી સિંહે પણ તેની મોટી બહેનોના પગલે ચાલીને વર્ષ 2018માં બિહાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા પાસ કરતા મહિલા કોન્સ્ટેબલ તરીકે સિલેકટ કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…