જીરૂનો ભાવ 2,710 રૂપિયા – જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના ભાવ

246
Published on: 9:45 pm, Tue, 14 September 21

ખેડૂતો માટે દરરોજ પાકોના ભાવ મુકવામાં આવતા હોય છે. રાજ્યના દરેક માર્કેટ યાર્ડમાં ભાવ અલગ અલગ હોય છે. તો આજના ભાવ આ પ્રમાણે છે. આજ રોજ તારીખ 14 સપ્ટેમ્બર 2021 અને મંગળવારના રોજ રાજકોટ, ગોંડલ, મોરબી, જામનગર અને જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ અહિયાં દર્શાવવામાં આવ્યા છે.

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે સૌથી ઊંચા ભાવ કાળા તલ અને જીરુંના બોલાયા હતા. કાળા તલ 2196 રૂપિયે અને જીરું 2410 રૂપિયે બોલાયા હતા.

જામનગર માર્કેટ યાર્ડ:
જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે સૌથી ઊંચા ભાવ અજમા અને જીરુંના બોલાયા હતા. જીરું 2690 રૂપિયે અને અજમા 2750 રૂપિયે બોલાયા હતા. આ સાથે સાથે જ જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ 1164 રૂપિયા બોલાયો હતો.

મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે સૌથી ઊંચા ભાવ કાળા તલ અને જીરુંના બોલાયા હતા. કાળા તલ 2400 રૂપિયા અને જીરૂનો ભાવ 2505 રૂપિયા બોલાયો હતો. આ સાથે સાથે જ મગફળીનો ભાવ 1110 રૂપિયા બોલાયો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજના દિવસે સૌથી ઉંચો ભાવ જીરુંનો જોવા મળ્યો હતો. જીરું 2711 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આમ તો ગોંડલ માર્કેટ યાર્ડ મરચાં માટે ખાસ વખણાય છે. મરી મસાલાની વાત કરીએ તો ઉંઝા માર્કેટ યાર્ડ પછી ગોંડલ માર્કેટ સૌથી આગળ આવે છે. અહિયાં જીરૂ, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા પાકનું મોટા પ્રમાણમાં લે-વેચ થાય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે સૌથી ઊંચા ભાવ રજકાનું બી અને કાળા તલના બોલાયા હતા. કાળા તલ 2451 રૂપિયા અને રજકાનું બીનો ભાવ 5300 રૂપિયા બોલાયો હતો. આ સાથે સાથે જ જીરુંનો ભાવ 2690 રૂપિયા બોલાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…