
વિશ્વ બેન્કના એક અહેવાલ મુજબ કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમા જેટલું પાણી વપરાય છે તેનું ૭૦ % પાણી ખેતરોમાં વપરાય છે.
પાણીના આ વધુ પડતા ઉપયોગ પાછળ સિંચાઇની ખોટી પદ્ધતિઓ છે. જો સિંચાઇ વૈજ્ઞાનિક રીતે થાય તો પાણીની બચત થઈ શકે છે. વિશ્વની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીએ તો ભવિષ્યમાં કૃષિ કાર્યઆગળ વધશે પણ તેની સાથે સાથે પાણી ની પણ અછત સર્જાશે.
એક અનુમાન મુજબ વર્ષ 2051 સુધીમાં 5,930 લાખ હેક્ટર જમીનની ખેતી માટે જરૂર પડશે. આટલા મોટા પ્રમાણમાં પાણી અને ખેતીલાયક જમીનની ઉપલબ્ધતા મુશ્કેલ છે, કારણ કે વિશ્વમાં ઓદ્યોગિકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે. તેથી કારખાનાઓ પણ ચાલુ રહે અને ખેતી માટે જમીન પણ ઉપલબ્ધ રહેવી જોઈએ.
અમિત કુમાર અને અભયસિંહ નામ ના બને વ્યક્તિઓં આ ખેતી ની શરૂઆત કરી છે. . બંને આઈઆઈટી મુંબઈના ગ્રેજ્યુએટ છે. તેઓએ સાથે મળી એકીફૂડ્સ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે રાજસ્થાનના કોટામાં શરૂ કરાયું છે. આ સ્ટાર્ટઅપના માધ્યમથી તેઓએ ખેડુતો માટે હાઇડ્રોપોનિક્સ તકનીક વિકસાવી છે, જેમાં ખેતી માટે જમીનની જરૂર રહેતી નથી.જમીન વગર પણ ખેતી થઇ શકે છે.
હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી વિષે જાણો
આઈઆઈટીના બંને એન્જિનિયરોએ હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી બનાવવા માટે શાકભાજી પર સંશોધન કર્યું છે. ત્યારબાદ ખેતી માટે ચેમ્બર બનાવવામાં આવ્યા છે. તેઓનો દાવો છે કે આ ચેમ્બરમાં છોડ ખેતર કરતા 20 ટકા વધુ ઝડપથી વિકાસ પામે છે, તે પણ માટી વિના. આ ચેમ્બરમાં પોષણયુક્ત પાણીનો ઉપયોગ થાય છે, તેથી શાકભાજીનો સ્વાદ અને પોષણ વધુ જોવા મળે છે. ખેતી સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિના કરવામાં આવે છે.
હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી કે જેમાં ખેતી થાય છે તે કોકો પિટ ચેમ્બર હોય છે. આ ચેમ્બર તમામ પ્રકારની શાકભાજી માટે જુદી જુદી હોય છે.