ગૌમાતાના ચારેય પગ બાંધી ટ્રોલીની પાછળ ઉંધી લટકાવી- આ વિડીયો જોઇને આંખો લાલ થઇ જશે

172
Published on: 10:29 am, Thu, 30 September 21

ભારતમાં સંગઠનો દ્રારા ગાયને માતા ગણવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. તેવામાં સરકાર દ્રારા આનું ઉલ્ઘન કરતા જોવા મળે છે. મધ્યપ્રદેશના આગર માલવા બાદ હવે દેવાસમાં ટ્રેક્ટર-ટ્રોલી પાછળ ગાયના મૃતદેહોને નિર્દયતાથી લટકાવીને લઇ જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

વિડીયોમાં જોવા મળે છે કે, નગર પાલિકા નેમાવરના કર્મચારીઓ દ્વારા મૃત ગાયના ચાર પગ ટ્રોલી પાછળ બાંધી દેવામાં આવ્યા છે. ગાય પાછળ લટકી રહી છે અને ડ્રાઇવર ટ્રેક્ટરને ઝડપી દોડાવી રહ્યો છે. હિન્દુત્વ સંગઠને CM શિવરાજ સિંહ ચૌહાણના નામે મેમોરેન્ડમ રજૂ કર્યું છે. સિટી કાઉન્સિલે CMO સામે સૂત્રોચ્ચાર કર્યા અને કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે.

સંગઠનએ જણાવ્યું છે કે, એક તરફ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અનેક કામો કરી રહ્યા છે. ગાયો માટે ખાવા -પીવાની વ્યવસ્થા કરતી વખતે ગાય સેવાને પ્રોત્સાહન આપતા હોય છે. બીજી તરફ વહીવટી અધિકારીઓની બેદરકારીને કારણે ગાયનું અપમાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી થવી જોઈએ તેવી પશુપ્રેમી માંગ ઉઠાવી રહ્યા છે. જો તેમની વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તો સમાજ હિંસક આંદોલન કરવામાં આવશે. આ મામલે તહસીલદાર જી.એસ.પટેલ દ્રારા તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

બે દિવસ પહેલા આગર-માલવાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં મૃત ગાયોને ટ્રેક્ટર-ટ્રોલીની પાછળ દોરડાથી બાંધીને અમાનવીય રીતે ખેંચવામાં આવી રહી હતી. વિડીયો બરોડાથી દાગ જવાના માર્ગ પર હતો. વિડીયો સામે આવ્યા પછી બરોડા મ્યુનિસિપલ કાઉન્સિલના CMO ઇકરાર અહેમદે આ બાબતનું ધ્યાન લેતા, બેદરકાર કર્મચારી ટ્રેક્ટર ડ્રાઇવર ઇકબાલ અને કર્મચારી રાજુને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, કામદારો ગાયની લાશને આ રીતે કેમ લઈ જતા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…