ગુજરાતમાં બે જ દિવસમાં ‘બે સગીરો’ના આપઘાતથી ફફડાટ- આજે તો નવ વર્ષની બાળકીએ…

154
Published on: 6:36 pm, Sat, 11 December 21

ગુજરાતના બનાસકાંઠા હિમતનગરમાં નવ વર્ષની બાળકીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હિમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ હરસોલિયાના ડેલામાં ભાડાના ઘરમાં રહેતા એક પરિવારની નવ વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું છે. મોડી સાંજ દરમિયાન ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ બાંધીને ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જોકે, નાનકડી બાળકીએ કયા કારણોસર આવુ કર્યું તે અંગેનું કારણ હજી સામે આવ્યુ નથી. સમગ્ર રાજ્ય માટે આ પ્રકારનો બનાવ અત્યંત ચોકાવનારો કહી શકાય છે. બી-ડિવિઝન પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવ આત્મહત્યા છે કે હત્યા તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાળકીની આત્મહત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા એફ.એસ.એલ. સાથે પહોંચીને વધુમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકીના મૃતદેહનું પેનલથી હિંમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરી દેવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે, તેમનો પરિવાર તેની બાળકીને દરરોજ હેરાન કરતો હતો અને મારતો હતો. સાથે જ પરિવારમાં પતિ પત્નીના રોજ ઝઘડા થતા હોવાનું પણ કારણ બહાર આવ્યું છે. આ પરિવારમાં એક નવ વર્ષની બાળકી અને બે બાળક છે અને જે પૈકી એક દિવ્યાંગ બાળક છે. બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સાચું અને સચોટ કારણ બહાર આવી શકશે.

નવ વર્ષની બાળકીએ ઘરમાં ફાસો ખાઈ આપઘાત કરવાના અને બાળકોમાં પણ વધી રહેલા આત્મહત્યાના બનાવને ધ્યાનમાં લઈને બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું છે કે, બાળકોમાં વધી રહેલા આત્મહત્યાના બનાવ રોકવા માટે સમાજ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આજના સમયમાં માતા-પિતા પોતાના બાળકો સાથે સંવાદ કરે એ ખુબ જ જરૂરી છે અને બાળકોને માતા-પિતા સમય આપે, એમની સાથે વાતચિત કરે તો આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. જેને પગલે બાળ વિકાસ આયોગ, રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત બાળકો માટે અલગ અલગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…