યાસિર શાહ (Yasir Shah) મોટી મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાની ક્રિકેટર અને તેના મિત્ર વિરુદ્ધ 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ધમકી આપવા બદલ FIR નોંધવામાં આવી છે. પોલીસ હવે બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હજુ સુધી આ મામલે ક્રિકેટર કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
યાસિર શાહના મિત્ર ફરહાને 14 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી તેણે છોકરીને યાસિર સાથે વાત કરાવી હતી. એફઆઈઆર મુજબ, યાસિરે યુવતીને ધમકી આપી અને ચૂપ રહેવા કહ્યું હતું. આટલું જ નહીં તેણે યુવતી પર તેના મિત્ર ફરહાન સાથે લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું હતું. હવે મેડિકલ ટેસ્ટ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
યાસિર શાહ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. આ સિવાય અન્ય ઘણા ક્રિકેટરો પણ આવા આરોપોમાં ફસાયા છે. પરંતુ બાબર સામેના આરોપો સાબિત થયા ન હતા. યાસિર શાહ ઈજાના કારણે બાંગ્લાદેશ પ્રવાસ (Pakistan vs bangladesh) પર ગયો ન હતો.
35 વર્ષીય યાસિર શાહના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ રમી ચૂક્યો છે. 31ની એવરેજથી 235 વિકેટ લીધી છે. તેણે 16 વખત 5 વિકેટ, અને ત્રણ વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 41 રનમાં 8 વિકેટ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…