રાજકોટમાં બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ક્રેટા કાર હવામાં ફંગોળાઈ- જુઓ અકસ્માતનો લાઈવ વિડીયો

1236
Published on: 11:30 am, Sat, 12 February 22

અકસ્માતના કિસ્સાઓ તમે અવાર-નવાર જાણતા જ હશો પરંતુ આજનાં સમાચારમાં તમને અકસ્માતનો live વીડિઓ જોશો. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા અર્ચના પાર્ક શેરી નંબર 5માં બે કાર ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો હતો.

આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે અને cctv ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 11 ફેબ્રુઆરી 2022ના રોજ બપોરના અરસામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા અર્ચના પાર્ક શેરી નંબર 5માં અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

વર્ના કાર અને creta કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સફેદ કલરની વરના કાર દ્વારા બ્લેક કલરની creta કાર ને અડફેટે લેવામાં આવે છે.

જેના કારણે થોડી ક્ષણ માટે ક્રેટા કાર પલટી પણ ખાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ક્રેટા કારની સ્પીડ ધીમી જણાઈ રહી છે. જ્યારે કે સફેદ કલરની વરના કાર પૂરપાટ ઝડપે શેરી માંથી પસાર થઇ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…