કોરોના પછી ભારતમાં ઓમીક્રોનનો રાફડો ફાટ્યો! ગઈકાલે 300 કેસ હતા, ને આજે આંકડો વધીને…

559
Published on: 11:21 am, Fri, 24 December 21

દેશમાં કોરોના વાયરસની સાથે સાથે હવે ઓમિક્રોનના કેસમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 6650 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 7051 દર્દીઓ સાજા થયા છે. આ સિવાય છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 374 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, દેશમાં ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને આ નવા પ્રકારથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 358 થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસના દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થવાને કારણે, જોકે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને હાલમાં આ આંકડો 77,516 છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 3,42,15,977 દર્દીઓ સાજા થયા છે. આ સિવાય દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસની રસીના કુલ 1,40,31,63,063 ડોઝ આપવામાં આવ્યા છે.

‘નહીંતર પરિણામ બીજી લહેર કરતાં પણ વધુ ખરાબ હશે’
તમને જણાવી દઈએ કે દેશમાં ઓમિક્રોનના વધતા જતા મામલાઓને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને એક કે બે મહિના માટે સ્થગિત કરવાની અપીલ પણ કરી હતી. આ સિવાય હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે ઓમિક્રોનની ધમકીને ધ્યાનમાં રાખીને ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મુકવો જોઈએ. અન્ય એક મામલાની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવે કહ્યું, “જો ચૂંટણી રેલીઓ રોકવામાં નહીં આવે તો પરિણામ કોરોના વાયરસ મહામારીની બીજી લહેર કરતા પણ ખરાબ હશે.” જ્યારે જીવન છે ત્યાં આશા છે.’ ઉલ્લેખનીય છે કે, યુપી વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2022માં પૂરો થવા જઈ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…