ખોદકામ કરતા ખજાનો મળી આવ્યો છે કહી અમદાવાદીને નકલી સોનું પધરાવી રૂપિયા પડાવનાર ગેંગ ઝડપાઈ

207
Published on: 5:09 pm, Thu, 16 September 21

અમદાવાદ(ગુજરાત): દુનિયામાં એવી ઘણી જગ્યા મળી આવે છે જ્યાં ખોદકામ કરતા ખજાનો કે ઘણી અમુલ્ય વસ્તુઓ નીકળી આવે છે. ત્યારે ફરીવાર રાજસ્થાન(Rajasthan)માં જૂના ખોદકામ(Excavation) દરમિયાન મોટો ખજાનો(Treasure) નીકળ્યો છે. જેમાં કરિયાણાની દુકાનવાળા કે પછી સામાન્ય રાહદારીને વાતોમાં ફસાવીને રૂપિયા પડાવી અસલી સોનાની અડધી કિંમતે નકલી સોનું પધરાવી દેતી ગેંગના બે શખસોને અમદાવાદ(ahamdabad) ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આ શખ્સો પાસેથી અત્યાર સુધી ત્રણ શખસોને છેતરીને રૂપિયા પડાવી લીધેલા હોવાનું સામે આવ્યું છે.

85 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બીજલ કુમાર ઉર્ફે બીલ્લા પરમાર અને દરગરામ સખલાની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ દ્વારા આ બન્નેની ઉલટ તપાસ કરતા એમની પાસેથી સોનાના મણકા, તાર, રોકડ રૂપિયા મળીને કુલ 85 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

3 જગ્યાએ લોકોને છેતર્યા હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું
આ બન્નેને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓ લોકોની પાસે જઈને રાજસ્થાનના ખોદકામ દરમિયાન સોનું નીકળ્યું છે તેમ કહીને અલગ અલગ જગ્યાએથી રૂપિયા પડાવી લીધા હતા. હાલ, બન્ને આરોપીઓએ ત્રણ જગ્યાએ આવી રીતે લોકોને છેતર્યા હોવાની કબૂલાત કરી છે. આ સમગ્ર મોડ્સ ઓપરેન્ડીથી અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની શક્યતા છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…