સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ આસમાને પહોચ્યા, ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ 

157
Published on: 9:57 am, Tue, 21 June 22

આ વર્ષે કપાસનું વાવેતર સારું થયું છે. પરંતુ, કમોસમી માવઠાને કારણે રાજ્યમાં કપાસના પાકને ભારે નુકસાન થયું હતું. કપાસના પાકમાં અનેક રોગો થવાથી પાક બગડી ગયો હતો. જેના કારણે હાલ કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. પરંતુ જેમ જેમ કપાસની માંગ વધી છે તેમ કપાસના ભાવ પણ વધ્યા છે.

ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ પણ મળ્યા હતા. આ સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોને ઊંચા પ્રમાણમાં ભાવ મળ્યા હતા. કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ ખૂબ સારા છે. કપાસના સારા ભાવની વાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીના માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રૂ.2,500 થી રૂ.2,700ની વચ્ચે છે. સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસના ભાવ રૂ. 2850 પ્રતિ મણને પાર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક ઘટી છે. દરેક બજારમાં કપાસના સારા ભાવની વાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં સારી ગુણવત્તાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના સારી કોલેટીના ભાવ રૂ.2050ને પાર થતા ખેડૂતોમાં ભારે ખુશી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસનો ભાવ રૂ.2,900 થી રૂ.3,000 સુધીનો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…