ગુજરાતમાં આ તારીખથી કોરોના બતાવશે તેનો અસલી પાવર – દરરોજના આવી શકે છે 50 હજારથી વધુ કેસ

389
Published on: 4:31 pm, Sun, 9 January 22

રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે. કોરોનાના કેસની સાથે-સાથે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલના રોજ ગુજરાતનામાં કોરોના બ્લાસ્ટ થયો હતો.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5677 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે. અમદાવાદ શહેરમાં 2521 કેસ, સુરત શહેરમાં 1578, વડોદરા શહેરમાં 271, રાજકોટ શહેરમાં 166, વલસાડમાં 116, રાજકોટ જિલ્લામાં 91, આણંદમાં 87, સુરતમાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગર શહેરમાં 62, જામનગર શહેરમાં 53, ગાંધીનગર શહેરમાં 51 કેસ નોંધાયા છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ (ISI) બેંગલુરુએ દેશમાં સતત વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસો અંગે મહત્વનો અભ્યાસ કર્યો છે. જેનાં દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, ‘રાજ્યમાં હાલની ગતિ જોતાં ગુજરાતમાં 25 જાન્યુઆરી બાદ રોજનાં 50 હજારથી વધુ તેમજ અમદાવાદમાં 21 હજારથી વધુ કેસો નોંધાઇ શકે છે. જો કે સાથે રાજ્યમાં ટેસ્ટિંગ કેટલાં થાય એની પર પણ આ આંકડો નિર્ભર છે.’

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સંલગ્ન ઈન્સ્ટિટ્યૂટને પણ IISc અને ISIના રિસર્ચરોએ આ રિપોર્ટ આપ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ જુદા-જુદા રિસર્ચ મોડલ આધારે ફેર સંશોધન કરી રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરાશે. તદુપરાંત રાજ્યનાં સિનિયર ડૉક્ટરો પણ આગામી 15 જાન્યુઆરી બાદ અમદાવાદમાં 6 હજારથી વધુ કેસ આવશે તેવું અનુમાન લગાવી રહ્યાં છે.

સાયન્ટિફિક મેથેડોલોજી (R0) નાં આ અભ્યાસ અનુસાર, હાલમાં કોરોનાગ્રસ્ત એક વ્યક્તિ 3.7 લોકોને સંક્રમિત કરી રહી છે તો બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટગ્રસ્ત એક વ્યક્તિ 2.1 લોકોને સંક્રમિત કરી રહી હતી. રિપ્રોડક્ટિવ રેટનું પ્રમાણ એક કરતાં નીચે જાય ત્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ હોવાનું મનાઇ રહ્યું છે. હાલમાં રાજ્યનો આરોગ્ય વિભાગ જુદાં-જુદાં ત્રણ મોડલ પર સંશોધન કરી રહ્યો છે કે જેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.

સિનિયર ડૉક્ટરોનું પણ એવું કહેવું છે કે, ગુજરાતમાં હવે સતત કોરોનાનાં કેસો વધવાની શરૂઆત થઈ ગઇ છે. ત્યારે હવે રાજ્યમાં આગામી તારીખ 25થી 30 જાન્યુઆરી દરમિયાન કોરોનાની પીક જોવા મળશે. એ સમયે મહત્તમ કેસો નોંધાશે અને ત્યાર બાદ ધીરે-ધીરે કેસોની સંખ્યા ઘટતી જશે. પહેલી માર્ચ સુધીમાં કોરોનાના કેસો બે અંકમાં આવી જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…