કોરોનાની જેમ જ ડબલ થઇ રહ્યા છે ‘ઓમીક્રોનના કેસ’ -જાણો ગુજરાતમાં કેવી છે પરીસ્થિતિ?

109
Published on: 10:04 am, Sat, 18 December 21

દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં જ ઓમિક્રોનના 10 કેસ એક સાથે નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યોમાં દસ્તક આપી ચૂક્યું છે.મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 32 ઓમિક્રોન સંક્રમિત છે. આ રીતે, દેશભરમાં ઓમિક્રોનના કુલ 113 કેસ નોંધાયા છે. ઓમિક્રોન ઉત્તર પ્રદેશમાં પણ પ્રવેશી ચુક્યો છે. રાજસ્થાનમાં પણ 17 લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.

WHOએ કહ્યું કે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, ભરચક અને લોકોની ભીડભાડ જેવા સ્થળોએ ડેલ્ટા વેરિઅન્ટ્સ કરતાં ઓમિક્રોનના કેસ વધુ આવી શકે છે.

ચાલો તમને જણાવીએ કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેટલા કેસ મળી આવ્યા છે.
મહારાષ્ટ્ર- 32, દિલ્હી- 22, રાજસ્થાન- 17, કર્ણાટક – 8, તેલંગાણા – 8, કેરળ – 5, ગુજરાત – 5, આંધ્રપ્રદેશ – 1, તમિલનાડ – 1, ચંદીગઢ – 1, પશ્ચિમ બંગાળમાં પણ એક કેસ નોંધાયો છે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, ઓમિક્રોન જે રીતે ત્રણ અઠવાડિયામાં આફ્રિકા અને યુરોપમાં હાવી થઇ ગયો છે, ભારતમાં પણ જાન્યુઆરી સુધીમાં તેના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવાની ધારણા છે. તેમણે કહ્યું કે આ ઓમિક્રોન કોરોના વાયરસની ત્રીજી તરંગનું કારણ બની શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…