
કોરોના મહામારી એ દેશના કરોડો લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે. કોરોનાના કારણે કોઈએ પિતા ગુમાવ્યા તો કોઈએ દીકરો ગુમાવ્યો. કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારનો સૌથી મોટો સવાલ એ હતો કે પરિવારની જવાબદારી હવે કોણ સંભાળશે? આવી પરિસ્થિતિમાં પોતાના ઉપરથી કાબૂ ગુમાવી ઘણા લોકોએ આત્મહત્યાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ને જાણે કેટલાય લોકોએ હિંમત હારીને મોતને પસંદ કરી આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ હાલ એક એવા વ્યક્તિની વાત નહીં કરવા જઈ રહ્યા છીએ, કે જેઓએ કોરોનામાં બધું જ ગુમાવી દીધું હતું પરંતુ છેવટે હિંમત ન હારી રસ્તા પર સમોસા વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
કહેવાય છે કે જીવનમાં ગમે એટલે તકલીફો આવે પરંતુ દરેક તકલીફોનો સામનો કરવો જોઈએ, અને એ તકલીફમાંથી હંમેશા બહાર નીકળવું જોઈએ. જેવી રીતે એક નદી પોતાનો રસ્તો જાતે જ બનાવી લે છે એવી જ રીતે દરેક વ્યક્તિએ પોતાના જીવનની દરેક સમસ્યાઓમાંથી બહાર નીકળવા જાતે જ રસ્તો બનાવવો જોઈએ.
એક નવયુવાન કોરોનામાં બધું જ ખોઈ બેઠો હતો. હવે વધારે ખોવા માટે એમની પાસે પરિવાર સિવાય બીજું કઈ જ રહ્યું નહોતું. તેમ છતાં હિંમત ન હારી આ યુવાને રસ્તા પર સમોસા વેચવાનું શરૂ કર્યું હતું. અને દરરોજ જે કમાણી થતી તેનાથી પરિવારનું ભરણપોષણ કરતો હતો. લોકડાઉન પહેલા આ યુવાન પાસે લારી પણ હતી પરંતુ લોકડાઉન માં પૈસાની અછતને કારણે પોતાની રોજીરોટીને પણ વેચવા મજબૂર થયો હતો.
જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે યુવાન પાસે લારી તો નહોતી પરંતુ આત્મવિશ્વાસ ખૂબ જ હતો. આ જ આત્મવિશ્વાસે આ યુવાનને નવજીવન આપ્યું હતું અને વગર ટેબલે પોતાનો ધંધો શરુ રાખી ફૂટપાથ પર બેસીને આ યુવકે સમોસા વેચવાનું શરૂ કર્યું. યુવકનું કહેવું છે કે, દિન રાત મહેનત કરીશું તો મને વિશ્વાસ છે કે ‘સફળતા જરૂર થી મળશે.’ એક વ્યક્તિ આ યુવકની હિંમત અને આત્મવિશ્વાસ નજરે જોઈ રહ્યો હતો. એ વ્યક્તિએ વીસ રૂપિયાના સમોસા લઈને આ યુવકને બે હજાર રૂપિયા આપ્યા અને યુવકની આંખો ભીની થઈ ગઈ હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…