વાલીઓ માટે ફરી ચિંતા ઉભી થઈ! અમદાવાદની આ શાળામાં એક સાથે આટલા વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત 

215
Published on: 2:58 pm, Tue, 28 June 22

કોરોનાકાળ દરમિયાન દરેક લોકોએ ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. એ પછી લોકોને માંડ રાહત મળી હતી. પરંતુ હવે ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા હતાં. જ્યારે 248 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સતત 12માં દિવસે શૂન્ય મોત નોંધાયું હતું જ્યારે એક્ટિવ કેસનો આંક 2500ને પાર પહોંચી ગયો છે.

જાણવા મળ્યું છે કે, ગઈ કાલે અમદાવાદમાં સૌથી વધુ 158 કેસ અમદાવાદમાં નોંધાયા છે. એવામાં અમદાવાદની ઉદગમ સ્કૂલમાં કોરોનાએ ફરીવાર માથું ઉચક્યું છે. ઉદગમ સ્કૂલના એક જ વર્ગના 4 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. ધોરણ 7ના એક જ વર્ગના 4 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા સ્કૂલ મેનેજમેન્ટમાં પણ ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. જ્યારે અન્ય વર્ગમાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કુલ 9 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જે દરેક વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચૂક્યો:
મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ સાજા થયા છે. જ્યારે બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચૂક્યો છે. જો કે, રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતાઇથી લડી રહી છે. રાજ્યમાં ગઇકાલે કુલ 34,231 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે અત્યાર સુધીમાં 10,946 નાગરિકોના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક 2500ને પાર:
હવે જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2566 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઈ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. એ સિવાય 2566 નાગરિકો સ્ટેબલ છે. ગઇકાલે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.

ગઇકાલે અમદાવાદમાં સૌથી વધુ 158 જેટલાં કેસ નોંધાયા:
અમદાવામાં સૌથી વધુ આકડો નોંધાયો હતો. તેની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 155 કેસ નોંધાયા હતા. જયારે સુરત કોર્પોરેશનમાં 71 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 30 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, જામનગર કોર્પોરેશનમાં 9 કેસ, સુરતમાં 8 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 5 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, જામનગરમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ, પાટણમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, અમદાવાદમાં 3 કેસ તો મોરબીમાં પણ 3કેસ, સુરેન્દ્રનગરમાં 3કેસ, કચ્છમાં 2 કેસ, મહેસાણામાં 2 કેસ, ભાવનગરમાં 1 કેસ, બોટાદમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, રાજકોટમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ અને વડોદરામાં 1 એમ કુલ 351 જેટલાં કેસ નોંધાયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…