અતિશય ઠંડીનાં ચમકારા વચ્ચે અંબાલાલ પટેલે માવઠાને લઈ કરી મહત્વની આગાહી- રાજ્યના આ વિસ્તારોમાં જોવા મળશે અસર

Published on: 4:50 pm, Tue, 26 October 21

હવામાન વિભાગ દ્વારા અવારનવાર કેટલીક આગાહી કરવામાં આવતી હોય છે. મોટાભાગની આગાહી ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદને લઈ અથવા તો શિયાળામાં કડકડતી ઠંડીને લઈ હોય છે ત્યારે હાલમાં આવા જ એક સમાચાર હાલમાં સામે આવ્યા છે.

રાજ્યમાં થોડી-થોડી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. હવે હવામાનમાં ઠંડી અનુભવવા લાગી છે. જો કે, હજુ સુધી રાજ્યમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી. આવી ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.

તેઓ જણાવે છે કે, આજથી લઈને બેસતા વર્ષની શરૂઆત સુધીમાં તેમજ બાદમાં ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે, આ સપ્તાહના અંતિમ દિવસોથી આગામી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન ઘટશે.

આગામી 3 દિવસ પછી રાત્રિનું તાપમાનમાં ઘટાડો નોંધાશે. બાદમાં ધીમે-ધીમ દિવસ-રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાશે. 27 ઓક્ટોબર બાદ રાજ્યમાં ઠંડીની અસરની શરૂઆત થશે. 27 ઓક્ટોબર પછી દિવસ-રાત્રિ વખતે ઠંડીની શરૂઆત થશે. ગુજરાત તથા દેશના અનેક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચુકી છે.

આવા સમયે દેશના ઉત્તરી પહાડી તથા મેદાની વિસ્તારોમાં પણ ચોમાસાની ઔપચારિક વિદાય થઈ ચુકી છે ત્યારે આ સાથે ઠંડીની મોસમ પણ શરૂઆત થઈ ચુકી છે. ચોમાસાની વિદાય થતા જ આકાશમાંથી વાદળો છૂમંતર થઈ ગયા છે. જેથી દિવસે તડકો હોવા છતાં હવામાનમાં ભેજ અનુભવાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…