ખેતરની ફરતે નારિયેળની ખેતી કરી ઓછી મહેનત અને ખર્ચે થાય છે મબલક કમાણી

174
Published on: 9:51 pm, Wed, 18 August 21

ઓછી મહેનત અને ઓછા ખર્ચે નાળિયેરની ખેતી દ્વારા દર વર્ષે સારી એવી કમાણી કરી શકાય છે. નાળિયેરનાં વૃક્ષો 80 વર્ષ સુધી લીલા રહે છે. એટલે કે, એકવાર નાળિયેરીનું ઉત્પાદન કર્યા પછી, 80 વર્ષ સુધી તેમાંથી કમાણી કરી શકાય છે.ખરેખર, નાળિયેરનો ઉપયોગ ધાર્મિક કાર્યોથી માંડીને રોગોના નિવારણ માટે પણ થાય છે. રસપ્રદ વાત એ છે કે નાળિયેર ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતના 21 રાજ્યોમાં નાળિયેરની ખેતી થાય છે. જો તમે પણ તેની ખેતી કરીને નફો મેળવવા માંગો છો, તો અમે તેની ખેતીની પદ્ધતિ વિશે જણાવી રહ્યા છીએ. નાળિયેરની ખેતીમાં જંતુનાશકો અને મોંઘા ખાતરોની જરૂર નથી. જો કે, એરિઓફિડ્સ અને સફેદ જીવ-જંતુ નાળિયેરના છોડને નુકસાન પહોંચાડે છે. તેની ખેડૂતોએ કાળજી લેવી પડે છે.

નાળિયેરના બગીચાને એવી રીતે વાવવો કે, જેનાથી બગીચો આખું વર્ષ ફળ આપે. આ માટે, તમારે વિવિધ ઋતુઓમાં થતા છોડને પસંદ કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે, નાળિયેરની ઘણી પ્રજાતિઓ છે, જેના વૃક્ષ પર આખા વર્ષ દરમિયાન ફળ આવે છે. આ વૃક્ષો પર ફળો પાકતા રહે છે અને નાના નવા ફળો ઝાડની અંદરથી બહાર આવતા રહે છે. આ જ કારણ છે કે, નાળિયેર તોડવાની અને વેચવાની પ્રક્રિયા પણ આખું વર્ષ ચાલુ રહે છે.

સૌથી સારી વાત એ છે કે નાળિયેરની ખેતીમાં જંતુનાશકો અને મોંઘા ખાતરોની જરૂર નથી. જો કે, એરિઓફિડ્સ અને સફેદ જીવ-જંતુ નાળિયેરના છોડને નુકસાન પહોંચાડે છે. તેથી જ ખેડૂતોએ તેની ઘણી કાળજી લેવી પડે છે. વરસાદી પાણીને કારણે પુરતો પાણીનો પુરવઠો પણ મળી રહે છે. આ જ સાથે, ખેતરના બહારના ભાગમાં નાળિયેરનાં વૃક્ષો વાવીને, અન્ય પાક ખેતરની અંદર ઉગાડી શકાય છે.

કઈ જમીનમાં તેની ખેતી કરી શકાય
નાળિયેરના ફળોને પકવવા માટે સામાન્ય તાપમાન અને ગરમ હવામાનની જરૂર પડે છે. રેતાળ જમીન નાળિયેરની ખેતી માટે સારી ગણવામાં આવે છે. કાળી અને ખડકાળ જમીનમાં નાળિયેરની ખેતી કરી શકાતી નથી.

નારિયેળના કેટલા પ્રકાર?
દેશમાં નારિયેળના ઘણા પ્રકારો હોવા છતાં મુખ્યત્વે માત્ર ત્રણ પ્રકારની જાતો જોવા મળે છે. તેમાં લાંબી, વામન અને વર્ણસંકર પ્રજાતિઓનો સમાવેશ થાય છે. લાંબા પ્રકારના નારિયેળ કદમાં સૌથી મોટા હોય છે અને સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે. એટલું જ નહીં, તેઓ બિન-પરંપરાગત વિસ્તારોમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.

નાળિયેળની વામન જાતિની ઉંમર લાંબા નાળિયેર કરતા ઓછી અને કદમાં નાના હોય છે. વામન નાળિયેરને વધુ પાણીની જરૂર પડે છે. ઉપરાંત, તેની વધુ કાળજી લેવી જરૂર છે. લાંબા અને વામન જાતિના નારિયેળ પરથી વર્ણસંકર જાતના નાળિયેર તૈયાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, જો આ જાતિના નાળિયેરનું ધ્યાન રાખવામાં આવે તો તે મોટી સંખ્યામાં ઉત્પાદન મેળવી શકાય છે.

નાળિયેરની ખેતી કેવી રીતે કરવી?
સામાન્ય રીતે રોપણી માટે 9 થી 12 મહિનાના છોડનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોએ એવા છોડ પસંદ કરવા જોઈએ કે જેમાં 6-8 પાંદડા હોય. 15 થી 20 ફૂટના અંતરે નાળિયેરના છોડ રોપી શકાય છે. આ વાતનું ધ્યાન રાખવું કે નાળિયેરના મૂળમાં પાણી ભર્યું ન રહે. નારિયેળના રોપાઓ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે વાવી શકાય છે. નાળિયેરના છોડ રોપતી વખતે, ધ્યાનમાં રાખવું કે વૃક્ષના મૂળમાં પાણી ભર્યું ન રહે. વરસાદની ઋતુ પછી નાળિયેરના છોડ રોપવા ફાયદાકારક છે. નાળિયેરના છોડ રોપતા પહેલા, તેમની જગ્યા નક્કી કરી અને ત્યાં ખાડો બનાવો અને તેને છાણ અથવા ખાતર ઉમેરીને છોડી દો.

થોડા દિવસો પછી, ત્યાં નાળિયેરનો છોડ રોપવો. નાળિયેર છોડના મૂળને શરૂઆતમાં હળવા ભેજની જરૂર પડે છે. ઉનાળામાં અઠવાડિયાના ત્રણ દિવસ અને શિયાળામાં અઠવાડિયામાં એક વખત સિંચાઈ જરૂરી છે. નાળિયેરના છોડને પ્રથમ 3 થી 4 વર્ષ સુધી કાળજી લેવી જરૂર છે. નાળિયેરના છોડ 4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. આવી પરીસ્થિતિમાં, ઓછા ખર્ચે નાળિયેરની ખેતી કરીને લાંબા સમય સુધી નફો મેળવી શકાય છે.