રાહતના સમાચાર: આજે મળવા જઈ રહેલ કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો માટે લઈ શકે છે આ મહત્વનો નિર્ણય

265
Published on: 1:40 pm, Wed, 6 October 21

થોડા સમય પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી બાદ ભુપેન્દ્ર પટેલની વરણી થઈ છે તેમજ આખેઆખા મંત્રીમંડળને બદલી નાંખવામાં આવ્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક મળનાર છે.

જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં પાક નુકસાન સર્વેની પણ ચર્ચા કરવામાં આવશે તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટેનાં નિર્ણય લેવામાં આવે એવું માનવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે:
ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે એક થઈને લડી રહ્યો છે પરંતુ ખાસ કરીને તો હાલમાં ગુજરાતમાં એક પછી એક કુદરતી આફતો આવી રહી છે કે, જેનો સામનો રાજ્ય કરી રહ્યું છે. વર્ષ 2020માં અતિવૃષ્ટિનો માર ઝેલીને ઊભા થયેલા ગુજરાત વાસીઓ તૌક-તે વાવાઝોડાએ હેરાન હેરાન કરી નાખ્યા હતા.

આ વાવાઝોડામાં સેકંડો રૂપિયાનું નુકસાન સમગ્ર રાજ્યને વેઠવું પડ્યું હતું. બાદમાં હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેકવિધ વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યના એવા પણ અમુક જિલ્લાઓ છે કે, જેમાં વર્ષ 2020માં થયેલ અતિવૃષ્ટિ તથા તૌક-તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની હજુ પણ બાકી છે.

ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગેનો નિર્ણય લેવાઇ શકે:
ગીર-સોમનાથમાં 70,481 અસરગ્રસ્તોને મકાન સહાય ચૂકવી હતી તેમજ 40,698 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય જયારે 1, 02,625 અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં 53,254 અસરગ્રસ્તોને મકાન સહાય, 49,594 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય, 3,07,521 અસરગ્રસ્તને કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે.

હજુ પણ બીજા જિલ્લાનાં ખેડૂતો તૌકતે વાવાઝોડાની સહાય મળશે તેવી આશા સેવી રહ્યા છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તેમજ ખાસ કરીને તો જામનગર અને રાજકોટ પંથકમાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પડેલા અનરાધાર વરસાદે ભયવાહ તારાજી સર્જી છે કે, જેનો સર્વે સરકાર દ્વારા થઈ રહ્યો છે.

ટુંક જ સમયમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારે એ જોવું જ રહ્યું કે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર માગેલા 7239.47 કરોડના સહાય પેકેજ સામે કેટલા કરોડ મંજૂર કરે છે! તેમજ ગુજરાત સરકાર કેટલા ઉમેરી અસરગ્રસ્તો સુધી સહાય પહોંચાડે છે એ જોવું જ રહ્યું.

શાળા ખોલવા અંગે થઈ શકે છે ચર્ચા:
સરકારની કેબિનેટ બેઠક મળનાર છે કે, જેમાં મુખ્યમંત્રી ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે છે, જયારે પહેલા કોરોના સંક્રમણ કાબૂમાં આવતા જ ધોરણ 6 થી 8 નાં વર્ગો શરુ કરવાની મંજૂરી મળતા શરૂ કરવામાં આવ્યા છે તેમજ ધોરણ 9 થી 11ના વર્ગો પણ શરુ થઇ ચુક્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…