સતત 16માં દિવસે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં… અહીં ક્લિક કરી જાણો આજના નવા ભાવ

Published on: 10:56 am, Fri, 17 December 21

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા 16માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે. તે દરમિયાન દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ સામાન્ય માણસની આવક પર અસર કરી રહ્યા છે.

અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 89.12 રૂપિયા પ્રતિ લીટર છે. ભરૂચમાં પેટ્રોલની કિંમત 95.61 રૂપિયા અને ડીઝલની કિંમત 89.59 રૂપિયા પ્રતિ લીટર છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત 96.75 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 90.74 રૂપિયા પ્રતિ લીટર છે.તેમજ બોટાદમાં પેટ્રોલ 96.39 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.38 રૂપિયા પ્રતિ લિટર છે. તેમજ નવસારીમાં પેટ્રોલની કિંમત 95.26 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.26 રૂપિયા પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત 94.89 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.89 રૂપિયા પ્રતિ લીટર છે અને સુરતમાં પેટ્રોલની કિંમત 94.98 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.99 રૂપિયા છે.

તેમજ આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે: મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. તેમજ મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત શું ચાલી રહી છે: SMS દ્વારા તમે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત સરળતાથી જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, તમારે RSP અને તમારો શહેર કોડ લખીને 9224992249 પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ હોય છે, જે તમને IOCLની વેબસાઇટ પરથી મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…