
Accident in KhedBrahma: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ખેડબ્રહ્મા માંથી સામે આવી છે. ખેડબ્રહ્મા (KhedBrahma) પેટ્રોલ પંપ પાસે બે દિવસ પહેલા રાત્રીના સમયે એક દર્દનાક અકસ્માત (Accident in KhedBrahma) સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઈડર તરફથી આવતી ફાસ્ટ સ્પિડે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં પતિ-પત્નિ અને પુત્ર બાઈક પર જઈ થયા હતા તેમાંથી માતા અને પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મળેલી માહિતી અનુસાર ખેડબ્રહ્માના વાસણા રોડ પર રહેતા પ્રજાપતિ પારસભાઈ તેમની પત્ની દર્શનાબેન અને દીકરા શિવમ સાથે બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા. તે દરમિયાન રાત્રીના રોજ લગભગ 10.30 વાગે પેટ્રોલ પુરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે ઈડર તરફથી આવતી કાર ચાલકે ગફલતભરી અને પુર ઝડપે હંકારતા બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં પરિવારના ત્રણેય સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતની ઘટનામાં પારસભાઈના પત્ની અને દીકરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતું ત્યારે પારસભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ખેડબ્રહ્મા પછી અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેઓ હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
મળેલી માહિતી અનુસાર પુત્ર શિવમ સમગ્ર ખેડબ્રહ્મામાં હોશિયાર વિદ્યાર્થી હતો અને તેણે ધોરણ 10ની પરિક્ષા આ વર્ષે જ આપી હતી પંરતુ દુઃખત વાત એ છે કે તેનું પરિણામ શિવમ કે તેના માતા-પિતા જોઈ ન શક્યા.
જો વાત શિવમના ધોરણ 10ના પરિણામની કરવામાં આવે તો શિવમએ ધોરણ 10માં 98.96% સાથે A2 ગ્રેડ મેળવ્યો હતો અને સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં શિવમ પ્રથમ આવ્યો છે. પરંતુ કમનસીબે આ શિવમ પોતાનું પરિણામ જ ન જોઈ શક્યો. ત્યારે સાથે માતા અને પિતા પણ દીકરાની ખુશીમાં સામેલ થઈ શક્યા નહિં. માતા અને દીકરાનું કરુણ મોત થયુ તો પિતા હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
જયારે આ સમગ્ર ઘટના વિષે ખેડબ્રહ્મા પોલીસને જાણ થઇ ત્યારે તેઓ ઘટનાની ગંભીરતા સમજીને તરતજ ઘટના સ્થળે ટીમ સાથે આવી પહોચ્યા હતા. હાલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવામાં આવી છે. હાલ તમામની એક જ માંગ છે કે આ કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…