કડકડતી ઠંડીમાં ચુલા ઉપર મુકેલા પાણીના તપેલામાં જ નાહવા લાગ્યું આ બાળક- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો!

593
Published on: 3:14 pm, Thu, 23 December 21

હાલના કડકડતી ઠંડીના દિવસો આવી ગયા છે. જો કે સામાન્ય રીતે શિયાળાના દિવસો દરેકને પસંદ હોય છે, પરંતુ આ દિવસોમાં નહાવું એ એક મોટી ભયંકર સમસ્યા સમાન છે. જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો, તો નહાયા પછી તમને ગજબની ઠંડી લાગે છે. શિયાળામાં ઠંડા પાણીથી નાહવાનું લોકો સપનામાં પણ નથી વિચારતા. ત્યારે હાલ શિયાળામાં નાહવા માટે એવો જુગાડ આવ્યો છે કે, જાણી હસવાનું રોકી નહીં શકો. આવો જ એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ બાળકે શિયાળામાં નહાવાનો વિચિત્ર દેશી જુગાડ કાઢ્યો છે, જે જોઈને પેટ પકડીને હસવું અને આશ્ચર્ય થાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળક તાપણા પર મૂકેલા તવામાં ગરમા ગરમ પાણીથી સ્નાન કરી રહ્યું છે. બાળક ગરમ પાણી સાથે ગરમ તપેલીમાં ખૂબ જ આરામદાયક રીતે સ્નાન કરી રહ્યું છે. આ સાથે તે પાણીની પણ બચત કરી રહ્યો છે. જો કે, આ જુગાડ અજમાવવાની ભૂલ નહિ કરતા, નહિતર જીવલેણ બની શકે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભારતીયોમાં ટેલેન્ટ ભરપૂર છે.’ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, ‘સારું છે બાળક તેના પર બેઠું છે.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…