અમરેલીના બાપ બનીને ફરતો છત્રપાલ હજી નથી સુધર્યો- હવે કહ્યું ગુજરાતનો બાપ છું

Published on: 3:02 pm, Sat, 18 December 21

છત્રપાલ વાળા નો ફરી એક કાંડ સામે આવ્યો છે. આ પહેલા પણ છત્રપાલ વિવાદમાં આવ્યો હતો ત્યારબાદ ફરી એક વખત છત્રપાલ સક્રિય થયો હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીના કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતા અગાઉ એસ પી વિરુદ્ધ પડકાર કરનાર, ખંડણી, મારામારી, અપહરણ, ફાયરિંગ, જમીન મકાન પર કબ્જા જેવા ગુનાહોમાં પોલીસ ચોપડે ચડનાર છત્રપાલ વાળા નો વધુ એક અપહરણનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં જમીન બાબતે માથાકુટમાં એક વ્યક્તિનું અપહરણ કરી જાનથી મારવાની અને ફાયરિંગ કરવાની તેમજ તેના ભાઈને પણ જોઈ લેવાની ધક-ધમકી આપી રહ્યો છે. વિડીયોમાં છત્રપાલ વાળા પોતે ખુદને ગુજરાતનો બાપ બતાવી રહ્યો છે. જે તમે વિડીયોમાં સ્પષ્ટ સાંભળી શકો છો. છત્રપાલ વાળા ખુદને ગુજરાતનો બાપ સમજીને સામે વાળા વ્યક્તિને મારી નાખવાની ધાક-ધમકી આપી રહ્યો છે.

પહેલા પણ રહ્યો હતો વિવાદમાં:
અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી.

છત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…