
દેશના ગરીબોને સસ્તા દરે અનાજ મળે છે તે ડોકયુમેન્ટ રેશનકાર્ડ છે. રેશનકાર્ડ દેશની જુદી જુદી રાજ્ય સરકારો જારી કરે છે. લોકોના મનમાં રેશનકાર્ડને લઈને અનેક પ્રકારના સવાલો હોય છે.
મળતી માહિતી મુજબ, રેશનકાર્ડ ત્રણ પ્રકારના હોય છે. તેમાંથી પીળા રેશનકાર્ડ ગરીબી રેખાથી ઉપરના લોકોને, સફેદ ગરીબી રેખા નીચે લોકોને અને ગુલાબી રંગના રેશન કાર્ડ અંત્યોદય ખાદ્ય વર્ગના પરિવારોને આપવામાં આવે છે. રેશનકાર્ડ પર જે તે રાજ્ય સરકારનો લોગો હોય છે.
બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ પછી જ રેશનકાર્ડ દેશના ઘણા રાજ્યોમાં રેશન દુકાનો પર ઉપલબ્ધ હોય છે. રેશનકાર્ડ ધારકોએ આ માટે તેના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. રેશનકાર્ડ સાથે આધારને લિંક કર્યા પછી ડુબ્લિકેટ રેશનકાર્ડ બની ન શકે. અસંખ્ય લાભો રેશનકાર્ડના છે. રેશનકાર્ડની વ્યવસ્થા ભારતમાં આર્થિક રીતે નબળા લોકો એટલે કે, ગરીબો માટે કરવામાં આવે છે. રેશનકાર્ડ ધારકો આ અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સસ્તા દરે અનાજ ખરીદે છે.
તમારી ઓળખ માટેની મહત્વનું ડોક્યુમેન્ટ પણ રેશનકાર્ડ છે. ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે પણ રેશનકાર્ડનો ઉપયોગ થઈ શકે છે. તમારા રેશનકાર્ડનો ઉપયોગ તમે નવું ગેસ કનેક્શન મેળવવા, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, બેંક ખાતું ખોલવા, સિમકાર્ડ મેળવવા અને મતદાર ઓળખકાર્ડ મેળવવા જેવા અન્ય મહત્વના કામ માટે પણ કરી શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…