ગુજરાતમાં બદલાઈ આગાહી- લો પ્રેશર મજબુત થતા રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ ભુક્કા કાઢશે

Published on: 12:12 pm, Tue, 7 September 21

અગાવ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી, પરંતુ આગાહીમાં ફેરફાર લો-પ્રેશર સક્રિય થવાને કારણે કરવામાં આવ્યો છે અને હવે ઘણા બધા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીની લો-પ્રેસર આગામી 24 કલાકમાં ગુજરાત નજીક સક્રિય બની 8 સપ્ટેમ્બર સુધીમાં મજબૂત ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ જશે, જેના લીધે 8થી 14 તારીખ સુધી અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

નવી વરસાદી સિસ્ટમ મંગળવાર સુધીમાં સક્રિય થશે, ત્યારબાદ 15થી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં સારો વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી માં સક્રિય થયા પછી 8 અને 9 તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના અમુક ભાગોમાં Thunderstorm ની એક્ટીવીટી જોવા મળશે એટલે કે કડાકા-ભડાકા સાથે પણ વરસાદ પડી શકે છે.

લો-પ્રેશરનો ટ્રફ 8-9 તારીખ દરમિયાન રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપરમાં જોવા મળશે. તે દરમિયાન અરબી સમુદ્રનાં ભેજવાળા પવનો અને અનુકૂળ વાતાવરણથી મોટો ટ્રફ બનશે, જેને લીધે સૌરાષ્ટ્ર અને કચ્છનાં અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. જોકે 10 તારીખ પછી 14-15 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં છૂટોછવાયો વરસાદ શરુ રહેશે.

7 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહી તાપી, સુરત, વલસાડ, ગીર-સોમનાથ, દીવ, ડાંગ, નવસારી, ભાવનગર અને જામનગરમા છે. જોકે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, મહેસાણા, પાટણમાં 8 તારીખના રોજ સારા વરસાદ પડી શકે છે. જ્યારે 9 સપ્ટેમ્બરનારોજ મોરબી, રાજકોટ, ગીર-સોમનાથ, પાટણ, દ્વારકા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની ભારે શક્યતા છે.

મળતી માહિતી મુજબ, સીઝનનો માત્ર 10 ઈંચ વરસાદ અમદાવાદ જિલ્લામાં પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં આ વર્ષે 55 ટકા વરસાદની ઘટાડો થઇ રહ્યો છે. હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાઈયુ છે. જોકે અમદાવાદ જિલ્લામાં આવતીકાલથી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા 14 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 8 અને 9 તારીખે ભારે વરસાદની આગાહી છે.

જોકે ગુજરાતમાં હજી સરેરાશ 41 ટકા વરસાદની ઘટ નોંધાઇ છે. આગામી અઠવાડિયે સારો વરસાદ પડતા વરસાદમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે. તેમ છતાં આ વર્ષે 25 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. કારણ કે હવે આવનારા દિવસોમાં ચોમાસુ વિદાય લઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…