580 વર્ષમાં પહેલીવાર આજે દેખાશે સૌથી મોટું ચંદ્ર ગ્રહણ- આજના દિવસે ભૂલથી પણ નહિ કરતા આ ભૂલ નહીતર…

113
Published on: 10:42 am, Fri, 19 November 21

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બર, શુક્રવારે એટલે કે આજે થવાનું છે. આ ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હશે. આંશિક ચંદ્રગ્રહણનો અર્થ એ છે કે પૃથ્વીનો પડછાયો ચંદ્રના માત્ર એક ભાગ પર પડશે. આ ચંદ્રગ્રહણ 580 વર્ષમાં સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમામ લોકોમાં એક ઉત્સુકતા છે કે શું તેઓ આ ચંદ્રગ્રહણ જોઈ શકશે કે નહીં.

સંશોધન અને શૈક્ષણિક નિર્દેશકના જણાવ્યા અનુસાર, આ ગ્રહણ બપોરે 12.48 વાગ્યે શરૂ થશે અને 4.17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ બપોરે 2.34 કલાકે ટોચ પર હશે. આ સમય દરમિયાન, ચંદ્રનો લગભગ 97 ટકા ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જશે.

ગ્રહણ સમયે શું કરવું?
ગ્રહણ શરુ થાય એ પહેલા દરેક જમવાની વસ્તુમાં તુલસીના પાન નાખવા જોઈએ. ગ્રહણ દરમિયાન ભગવાનનું નામ લેવું જોઈએ અને મંત્રોના જાપ કરવા જોઈએ.

ગ્રહણ દરમિયાન શું ન કરવું
ગ્રહણના સમય દરમિયાન જમવાનું રાંધવું કે ખાવું-પીવું વર્જિત માનવામાં આવે છે. એકતરફ છેલ્લા 580 વર્ષનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ છે ત્યારે ગ્રહણના સમયે ભૂલથી પણ કોઈપણ પ્રકારની પૂજા કરતા નહિ અને મંદિરના દરવાજા પણ બંધ રાખવા જોઈએ. ખાસ કરીને ગ્રહણ દરમિયાન કોઈ વ્યક્તિએ ઊંઘ ન લેવી જોઈએ.

ગ્રહણ દરમિયાન પરિવારમાં કે અન્ય કોઈ સાથે મારામારી અથવા નાનો ઝઘડો પણ ન કરવો જોઈએ અને ગર્ભવતી મહિલાએ બહાર જવાનું ટાળવું જોઈએ. ઘરેલું કામ કરતી મહિલાઓએ ઘરમાં સીવણ કામ, કટિંગ કામ વગેરે કામો ન  કરવા જોઈએ.

આ સ્થળોએ ચંદ્રગ્રહણ દેખાશે
આ ચંદ્રગ્રહણ પૂર્વ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર જેવા પસંદગીના ભાગોમાંથી દેખાશે. ભારતમાં, આ ગ્રહણ પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં દેખાશે.

ગ્રહણનું વૈજ્ઞાનિક મહત્વ
વૈજ્ઞાનિક રીતે કોઈપણ ગ્રહણ એ ખગોળીય ઘટના છે. વાસ્તવમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ફરતી વખતે, એક સમય એવો આવે છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર બધા એક લાઇનમાં હોય છે. જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે હોય છે, ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી અને તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી, તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ધાર્મિક રીતે ગ્રહણને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…