કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કેવી રીતે મળશે સહાય? કેન્દ્ર સરકારે આપી મહત્વની જાણકારી

Published on: 12:38 pm, Mon, 29 November 21

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે બે અઠવાડિયામાં ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે. આના દ્વારા કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારજનો દ્વારા વળતરનો દાવો કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવા ઘણા લોકો છે જેમણે કોરોનાવાયરસ રોગચાળાને કારણે તેમના સ્વજનો ગુમાવ્યા છે. આ લોકો હજુ પણ વળતર યોજના વિશે જાગૃત નથી. આવી સ્થિતિમાં સરકારોએ વ્યાપક પ્રચાર કરવો જોઈએ.

આ પહેલા પણ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની વાતોએ જોર પકડ્યું હતું. ગુજરાત સરકારે આ તમામ લોકોને સહાય આપવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.

કોને અને ક્યારે મળશે આ સહાય?
કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય મળવાપાત્ર, સાથે સાથે RT-PCR ટેસ્ટ માન્ય ગણાશે.આ પહેલા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના થયાના 30 દિવસમાં એટલે કે એક મહિનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને આ સહાય આપવામાં આવશે. આ સહાય 50 હજારની મળવાપાત્ર છે. રાજ્ય સરકારની યાદીવાળા 10 હજાર 88 કેસમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

ફોર્મ ક્યારથી ભરાશે?
આમ તો 15 નવેમ્બરથી ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે. રાજ્યમાં ઘણા પરિવાર એવા છે કે, જેઓએ કોરોનામાં પોતાના ઘરના મુખ્ય સભ્યોને ગુમાવ્ય છે ત્યારે તેમના પરિવારનું ભારણ પોષણ કોણ કરશે? તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે કેન્દ્ર સરકારે આ દરેક લોકોને સહાય આપવાની જાહેરાત કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…