
ગાયમાતા એ હિંદુ ધર્મની અખંડીતતાનું પ્રતિક છે ત્યારે ગૌ માંસ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ કે નહીં? આ બાબતે આપનો શું મત રહેલો છે? સમગ્ર દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કે, જેને લીધે છેલ્લા કેટલાક વર્ષથી ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાની માંગણી ઉગ્ર બની છે.
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા બુધવારની ગાયોની પરીસ્થિતિ અંગે એક મોટું સૂચન આપવામાં આવ્યું છે. હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટ જણાવે છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં બિલ લાવીને ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવો જોઇએ.
જ્યારે ગાયોનું કલ્યાણ થશે, ત્યારે જ સમગ્ર દેશનું કલ્યાણ થશે. બુધવારનાં રોજ કોર્ટ દ્વારા ગાય કતલ કાયદા હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આમ, ગાયમાતા એ આપણા સમાજ તથા ધર્મનું ગૌરવ સમાન છે.
કાયદો બનાવ્યા બાદ, સરકારે તેનો કડક અમલ પણ કરવો જોઈએ:
અલ્હાબાદ હાઇકોર્ટ જણાવે છે કે, ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ રહેલો છે. સંસદ ગમે તે કાયદો બનાવે, સરકારે તેનો કડક અમલ પણ કરવો જોઈએ. કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે, ગાયને ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જોવી જોઈએ નહીં. ગાયની પૂજા થશે તો જ દેશ સમૃદ્ધ બનશે.
દેશવાસીની ફરજ છે ગાયનું સન્માન કરે: હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટ જણાવે છે કે, ગાયોનું સન્માન તેમજ રક્ષણ કરવું એ તમામ દેશવાસીની ફરજ છે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આ સૂચન ગાય કતલ કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવેલ જાવેદ નામના વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી વખતે કર્યું હતું. આ કેસમાં કોર્ટ દ્વારા આરોપી જાવેદની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
માંસ ખાવું તે મૂળભૂત અધિકાર નથી:
કોર્ટ જણાવે છે કે, ગૌમાંસ ખાવું એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. જીભના સ્વાદ માટે જીવનનો અધિકાર છીનવી શકાતો નથી. વૃદ્ધ બીમાર ગાય ખેતી માટે પણ ખુબ ઉપયોગી બને છે. તેની હત્યાને પરવાનગી આપવી યોગ્ય બાબત નથી. આ ભારતીય કૃષિની કરોડરજ્જુ છે.
સમગ્ર દેશના 29 માંથી 24 રાજ્યોમાં ગૌહત્યા પ્રતિબંધિત છે. ગાય આજીવન અંદાજે 440 લોકોને ખોરાક આપે છે તેમજ માંસ ફક્ત 80 લોકોને જ ખવડાવે છે. મહારાજા રણજીતસિંહ દ્વારા ગૌહત્યા માટે ફાંસીની સજાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કેટલાક મુસ્લિમ તથા હિન્દુ રાજાઓએ ગૌહત્યા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. મળમૂત્ર અસાધ્ય રોગોમાં ખુબ ફાયદાકારક છે. ગાયનો મહિમા વેદ તથા પુરાણમાં વર્ણવવામાં આવ્યો છે. રાસખાને જણાવ્યું હતું કે, જો તું જન્મશે તો તું નંદાની ગાયોની વચ્ચે મળીશ.
મંગલ પાંડેએ ગાયની ચરબીના મુદ્દે ક્રાંતિ કરી હતીં. જયારે બંધારણમાં પણ ગૌ રક્ષણ પર ભાર મૂકી દેવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, જો ગાયની હત્યા કરનાર વ્યક્તિને છોડવામાં આવે તો તે ગુનો છે. સંભલના જાવેદની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…