કેન્દ્ર સરકારે DAP ખાતર પર વધારી 140 % સબસિડી, હવેથી ખેડૂતોને મળશે આ ભાવે ખાતર

Published on: 12:02 pm, Thu, 20 May 21

ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા ડીએપી ખાતર પરની સબસિડીને વધારીને ૧૪૦% કરી દીધી છે. જેને લીધે ખેડૂતોને ડીએપીની એક બોરી પર ૫૦૦ રૂપિયાની સબસીડી મળતી તેના બદલે હવે ૧૨૦૦ રૂપિયાની સબસીડી મળશે. કેન્દ્ર સરકાર દ્વારા સબસીડીમાં વધારો કરવામાં આવ્યો જેને લીધે ખેડૂતોને ડીએપીની એક બોરી પર હવે ૨૪૦૦ રૂપિયાના બદલે ૧૨૦૦ રૂપિયા જ ચુકવવા પડશે.

કેન્દ્ર સરકાર ખેડૂતોને આપવામાં આવેલ આ સબસિડી માટે ૧૪,૭૭૫ કરોડ રૂપિયાનો કરશે. વડપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્ધિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોનું કલ્યાણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ બુધવારના રોજ ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીને પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતોના વિષય પર ઉંડાણ પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી એ કહ્યું છે કે જૂના ભાવે જ ખાતર મળશે:
બુધવારના રોજ ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઈ હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ અને એમોનિયા વગેરેની વધતી કિંમતોના કારણે ખાતરની કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા થયો છતાં પણ ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ તેમ કહ્યું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ડીએપી ખાતર માટેની સબસિડી એક બોરી દીઠ 500 રૂપિયાથી 140 ટકા વધારીને 1,200 રૂપિયા પ્રતિ બોરી કરવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાતરમાં મૂલ્યવૃદ્ધિનો વધારાનો સંપૂર્ણ ભાર કેન્દ્ર સરકારે ઉઠાવ્યો છે. એક ખાતરની બોરી દીઠ સબસિડીની રકમ ક્યારેય એક વખતમાં આટલી નથી વધારવામાં આવી.

ગયા વર્ષે ડીએપીની વાસ્તવિક કિંમત ૧૭૭ રૂપિયા બોરી દીઠ હતા. જયારે તેમા કેન્દ્ર સરકાર બોરી દીઠ ૫૦૦ રૂપિયાની સબસીડી આપી રહી હતી. જેને લીધે કપની ખેડૂતોને એક બોરી દીઠ ૧૨૦૦ રૂપિયામાં ખાતરની વહેચણી કરી રહી હતી. વર્તમાન સમય દરમિયાન ડીએપી ખાતરમાં વપરાતા ફોસ્ફરિક એસિડ અને એમોનિયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં 60થી 70 ટકા જેટલો વધારો થયો છે.