ચેતિજજો: જો તમે કાકડી અને ટામેટાનું મિક્સ સલાડ ખાતા હોવ તો, થઈ શકે ભયંકર બીમારી…

0
15
Published on: 11:25 am, Tue, 20 July 21

સ્વસ્થ આહારમાં, મોટાભાગના લોકો સલાડને શ્રેષ્ઠ વિકલ્પ માને છે. કોઈને વેજ સલાડ ખાવાનું પસંદ હોય, તો કોઈ તમામ પ્રકારના ફળોનું સલાડ બનાવીને સર્વ કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ટામેટાં અને કાકડી ને એક સાથે પીરસાય તો તમારું આરોગ્ય તંદુરસ્ત બનવાને બદલે બગડે છે.

સામાન્ય રીતે લોકો કાકડી અને ટામેટાની સલાડ ખાતા હોય છે. તે બિલકુલ સ્વસ્થ નથી.તેમ નિષ્ણાંતો કઈ રહ્યા છે.નિષ્ણાંતોના મતે જો તમે કાકડી અને ટામેટાંનું એક સાથે સેવન કરો છો, તો તમે ગેસ, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો, ઉબકા, થાક, અપચો ,માથું દુખવું જેવી સમસ્યાઓથી પીડાઈ શકો છો.

કાકડી અને ટામેટા એકબીજાની વિરુદ્ધ માનવામાં આવે છે, આ બંનેના પચવાનો સમય પણ અલગ છે. તેથી, તેઓ પેટમાં જઈને સમસ્યાઓનું કારણ બને છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટામેટાં અને કાકડી ધીમા અને ઝડપી પાચકવાળા ખોરાક છે.

જો તમે ઝડપી અને ધીમા પાચન ખોરાકનો એક સાથે વપરાશ કરો છો, તો એક ખોરાક પહેલાથી જ પચી જાય છે અને તમારા આંતરડા માં ખરાબ અસર કરે છે. તેથી જ તે આપણા શરીર માટે હાનિકારક છે.

આરોગ્ય નિષ્ણાતો માને છે કે કાકડીમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. કાકડીમાં એવો પણ ગુણ છે જે વિટામિન સીના અવશોષણ સાથે હસ્તક્ષેપ કરે છે. તેથી ટામેટાં અને કાકડીઓ એક સાથે ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેથી, તમારે આ બંને ખોરાક એક સાથે ખાવાની કાળજી લેવી જોઈએ.

જો તમે આ બંનેના શોખીન છો, તો પછી તેનું અલગ રીતે સેવન કરવું વધુ સારું છે. તમે એક બપોરે અને બીજો રાત્રિભોજન માટે લઈ શકો છો. આનાથી તમારા શરીરમાં આ બંને ખોરાકનો ચોક્કસપણે ફાયદો થશે.