રાજપરા ખોડલ માતાનાં દર્શને જઈ રહેલ માઈભક્તોને નડ્યો ભયંકર અક્સમાત- ચાર લોકોના…

Published on: 6:06 pm, Sat, 9 October 21

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક ખુબ ગંભીર ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. નવરાત્રીનાં પાવન પર્વની આજથી શુભ શરૂઆત થઈ ચુકી છે ત્યારે સૌપ્રથમ નોરતાં નિમિત્તે ખેડા જિલ્લામાં આવેલ માતર તાલુકામાંથી ભાવનગરનાં રાજપરા ખોડિયાર મંદિર દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની ઈકો કારને ભાલ પંથકમાં અકસ્માત નડ્યો હતો.

આઈસર ટેમ્પાએ અડફેટે લેતા એકસાથે 4 શ્રદ્ધાળુઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે મળી રહેલ જાણકારી પ્રમાણે નવલાં નોરતાંનાં સૌપ્રથમ દિવસે જ દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ભાવનગર જિલ્લાનાં રાજપરા ખોડિયાર મંદિર તથા ઊંચા કોટડા ચામુંડા શક્તિ પીઠ તેમજ ભગુડા મોગલધામ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનો ગત રાતથી જ પ્રવાહ શરૂ થઈ ચૂકયો છે.

આ સમયે ગુજરાતમાં આવેલ ખેડા જિલ્લાના માતર તાલુકાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઈકો કાર ભાડે કરીને ભાવનગર જિલ્લાનાં રાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યાં હતાં. આ શ્રદ્ધાળુઓની કાર ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પરથી ભાવનગર તરફ આગળ વધી રહી હતી.

વહેલી સવારે માઢીયા ગામ પાસે નિરમાના પાટીયા નજીક એક આઈસર ટેમ્પાના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે તેમજ બેફિકરાઈ પૂર્વક ચલાવીને ઈકો કાર સાથે અથડાવતા કારમાં સવાર 4 દર્શનાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં આઈસર રોડ સાઈડમાં પલ્ટી મારી ગયો હતો.

વહેલી સવારમાં સર્જાયેલ આ અકસ્માતમાં દર્શનાર્થીઓને રાહદારીઓએ સારવાર માટે શહેરની સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને કરાતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી  ગઈ હતી. બાદમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…