ઘર નજીક રમતા ભાઈ-બહેનને કારે કચડ્યાં, બહેનનું કરૂણ મોત થયું અને ભાઈ ગંભીર હાલતમાં – ઓમ શાંતિ

343
Published on: 12:04 pm, Sun, 8 May 22

હાલમાં ખોખરા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગેટ પાસે રમતી એક બાળકીને ચાલકે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ દ્વારા ઘટના સંદર્ભે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કોચ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ખોખરામાં રમતગમત સંકુલની બહાર આવેલી વસ્તીમાં રહેતા શ્રમજીવી પરિવારો પૈકીના એક પરિવારના બે સંતાનો શનિવારે સવારના સમયે પોતાના ઘરની બહાર રમી રહ્યા હતા. તે દરમિયાન, રમતગમત સંકુલના ઈન્સ્ટ્રકટર દ્વારા પોતાની કાર પૂરઝડપે હંકારીને સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જેના પગલે પોતાના ઘર નજીક રમી રહેલી બાળકી આયુષી દંતાણી (4)કાર નીચે કચડાઈ જતા તેનુ ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું. આ દ્રશ્ય જોઈ લોકોએ બૂમાબૂમ કરતા કારચાલકે કાર રિવર્સમાં લેતા પાછળ ઉભેલા આયુષીના ભાઈ આદિત્ય દંતાણી(ઉં.5) પણ કારની અડફેટે આવી ગયો હતો.

જાણવા મળ્યું છે કે, એકઠા થયેલા લોકોએ કારચાલકને કારની બહાર નીકળવા કહ્યું હતું. જોકે, તેણે કારમાંથી જ પોલીસને ફોન કરી દીધો હતો જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી અને ઈજાગ્રસ્ત બાળકને એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ખોખરા ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવની સમગ્ર વિસ્તારમાં અરેરાટી છવાઈ જવા પામી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…