પરિવારની એકની એક દીકરીનું માર્ગ અક્સ્માતમાં થયું કરુણ મોત ‘ઓમ શાંતિ’

Published on: 12:01 pm, Sat, 4 September 21

માર્ગ અકસ્માતની અનેકવિધ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર ભયાવહ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકે બ્રિજ પર એક્ટીવા લઈને જઈ રહેલ યુવતીને પાછળથી અડફેટે લીધી હતી.

કારની અડફેટ એટલી બધી ભયાવહ હતી કે, એક્ટીવા ફંગોળાઈ ગયું હતું કે, જેમાં યુવતીને માથાના ભાગે ખુબ ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતુ. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારે એકની એક દીકરી ગુમાવી હોવાથી આભ તૂટી પડ્યું છે.

માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં યુવતીનું થયું મોત:
શહેરમાં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં 24 વર્ષની જુવાનજોધ યુવતી નમ્રતા સોલંકીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વહેલી સવારમાં યુવતી ઘરેથી કામ માટે બહાર જઈ રહી હતી ત્યારે અકોટા દાંડિયાબજાર બ્રિજ પર પસાર થઈ રહી હતી.

આ દરમિયાન અચાનક પાછળથી પૂર ઝડપે આવી રહેલ કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, એક્ટિવા ચાલક 24 વર્ષની યુવતી નમ્રતા સોલંકી એક્ટિવા સહિત હવામાં ફંગોળાઈ ગઈ હતી. જો કે, જેમાં માથાના ભાગે તેમજ શરીરમાં ગંભીર ઘા વાગ્યા હતા. ત્યારબાદ તાત્કાલિકપણે એમ્બ્યુલન્સ મારફતે યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જ્યાં ડોકટરે યુવતીને મૃત જાહેર કરી દીધી હતી. યુવતીના પરિવારજનને પણ યુવતીના મોબાઈલમાંથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી. હાલમાં 24 વર્ષીય યુવતી નમ્રતા સોલંકી અકાળે અકસ્માતમાં મોત થતાં સમગ્ર પરિવાર પર દૂ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

યુવતીના ભાઈએ કરી પોલીસ ફરિયાદ:
આ ઘટનામાં માતા-પિતાને દીકરી ગુમાવવાનો જયારે એક ભાઈને પોતાની લાડકી બહેન ગુમાવી છે. બહેન નમ્રતા સોલંકીનું કારની ટક્કરે મોત થતા સમગ્ર પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે તેમજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર ચાલકની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…